
કૂતરાને જોઈ પતિએ પત્નીને ઉઠાવી લીધી અને પછી...
એક નવદંપત્તિ બગીચામાં ફરવા ગયા.
અચાનક એક મોટો કૂતરો તેમની તરફ ઝપટ્યો.
બચવાનો કોઈ રસ્તો ન દેખાતા પતિએ
તરત જ પોતાની પત્નીને ઉચકી લીધી..
જેથી કૂતરો કરડે તો તેને કરડે, તેની પત્ની નહિ.
કૂતરો એકદમ નજીક આવીને ઉભો રહ્યો.
થોડીક વાર તો ભસ્યો અને પછી પાછળની તરફ ભાગી ગયો.
પતિને હાશકારો થયો અને એ આશાએ પત્નીને નીચે ઉતારી કે
પત્ની તેને ખુશીથી ગળે લગાવી દેશે. ત્યારે...
તેની બધી આશાઓ પર પાણી ફેરવતા...
તેની પત્નીએ બૂમ પાડી...
"મે આજ સુધી લોકોને કૂતરાને ભગાડવા માટે
પત્થર કે ડંડો ફેંકતા તો જોયા હતા પણ એવો માણસ પહેલી વાર જોયો
જે કૂતરાને ભગાડવા માટે પોતાની પત્નીને ફેંકવા માટે તૈયાર હતો."
શિક્ષાઃ 'પરિણીત પુરુષોએ પોતાની પત્નીથી ક્યારેય
પ્રશંસાની આશા ન રાખવી જોઈએ.'..
....................
એક ચોર ચોરી કરીને ઘરે જતો હતો.
બાળકની આંખો ખુલી ગઈ અને....
બાળક બોલ્યોઃ સ્કૂલ બેગ પણ લઈ જા નાલાયક,
નહિતર બૂમો પાડીશ....
.................
આજે હું વિચારી રહ્યો હતો કે
જો છોકરીઓ લગ્ન કર્યા વગર ફોઈ બની શકે તો
છોકરાઓ લગ્ન કર્યા વગર ફૂઆ કેમ નથી બની શકતા?
અમને ન્યાય જોઈએ....
.....................