• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

...અને જટાશંકરનો જમણવાર થઇ ગયો તૈયાર

By Kumar Dushyant
|

સોહમ ઠાકર, પાલનપુર: એકવાર જટાશંકરને થયું એવું કે ગોરાણી ઘરે નહીં ને એમને લાગી બરાબરની ભુખ. એ તો નિકળ્યા ગામમાં પણ ફરતાં ફરતાં વિચાર આવ્યો કે હું ગામનો પ્રતિષ્ઠિત ગોર અને સામે ચાલી ને કોઇ ના ઘરે જમવાનુ માંગવુ કઇ રીતે. જટાશંકર ની એક બાજુ તો ભુખ વધે જતી હતી ને બીજી બાજુ મુંઝવણ. જટાશંકર ફરતાં ફરતાં એક ઘર આગળ આવ્યા. અને ત્યાં આવી એમને પેટ ભરવાનો રસ્તો નિકાળી દીધો. જટાશંકરે હાથમાં એક ઘરની જુની નાળ લીધી ને તેને ધોઇ સાફ કરી પછી ઘરની બહાર ઉભા રહી બુમ મારી કોઇ ઘરે છે કે..???????

ત્યાં અંદરથી અવાજ આવ્યો એ હા મહારાજ આવી..!!!......પેલા બહેન બહાર આવ્યાં

જટાશંકર બોલ્યા બહેન થોડી છાશ મળશે ? પેલા બહેને કહ્યું લાવી મહરાજ......બહેન ઘરમાં જઇ છાશ લઇ આવ્યા ને જટાશંકરને કહ્યું મહારાજ લો છાશ પણ તમે છાશ લેવા માટે કંઇ લાવ્યા છો..???

જટાશંકરે નળિયુ આગળ ધર્યુ....

પણ ત્યાં તો પેલા બહેન બોલ્યા અરે!!!! મહારાજ !! આ નળિયા મા તો છાશ કેવી રીતે લેશો..????

જટાશંકર તરત જ આંખો ઉંચી કરી બોલ્યા હા વાત તો તમારી સાચી છે એક કામ કરો ને નળિયાની બંન્ને બાજુ થોડી થોડી ખીચડી મુકી દો ને એટલે આ છાશ અંદર પડી રહે....

પેલી બહેનને વાત યોગ્ય લાગી અને એણે ઘરમાંથી ખીચડી લાવી નળિયાની બંન્ને બાજુ મુકી અને પછી વચ્ચે છાશ નાખી. છાશ સહી સલામત સચવાઇ ગઇ .પેલી બહેન ઘરમાં પાછી જાય ત્યાં તો જટાશંકરે એક મોટો નિસાસો નાંખ્યો. એટલે તરત જ પેલા બહેન બોલ્યા શું થયું મહરાજ...????

જટાશંકર બોલ્યા આ મારો રૂમાલ ભુલી ગયો લાવવાનું નહિતર ઉપર ના ઢાંકી દેત....!!!!

પેલી બહેન બોલી મહારાજ મારી જોડે રૂમાલ તો છે પણ બધા ઉપયોગમાં લીધેલા છે તમને ગોર ને જુના ગાભા કેમ અપાય..????? પાપ લાગે ને..???
ત્યારે જટાશંકર બોલ્યા એક કામ કરો જો રોટલો બનાવ્યો હોય તો મને આપો તો હુ આ છાશની ઉપર ઢાંકી દઉ .પેલા બહેનને વાત યોગ્ય લાગી ને રોટલો લાવ્યા ...જટાશંકરે રોટલો ઉપર ઢાંક્યો.. બોલો હવે જટાશંકરનું ભાણું થઇ ગયું તૈયાર તેઓ ઘરે આવ્યા ને નિરાંતે ભોજન કર્યુ....કહેવાય કે છાશ જ લાવી પણ સાથે સાથે આખું ભાણું ભરી આવ્યા. બોલો છે ને હોંશીયાર ગોર જટાશંકર....??????

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X