...અને જટાશંકરનો જમણવાર થઇ ગયો તૈયાર
ત્યાં અંદરથી અવાજ આવ્યો એ હા મહારાજ આવી..!!!......પેલા બહેન બહાર આવ્યાં
જટાશંકર બોલ્યા બહેન થોડી છાશ મળશે ? પેલા બહેને કહ્યું લાવી મહરાજ......બહેન ઘરમાં જઇ છાશ લઇ આવ્યા ને જટાશંકરને કહ્યું મહારાજ લો છાશ પણ તમે છાશ લેવા માટે કંઇ લાવ્યા છો..???
જટાશંકરે નળિયુ આગળ ધર્યુ....
પણ ત્યાં તો પેલા બહેન બોલ્યા અરે!!!! મહારાજ !! આ નળિયા મા તો છાશ કેવી રીતે લેશો..????
જટાશંકર તરત જ આંખો ઉંચી કરી બોલ્યા હા વાત તો તમારી સાચી છે એક કામ કરો ને નળિયાની બંન્ને બાજુ થોડી થોડી ખીચડી મુકી દો ને એટલે આ છાશ અંદર પડી રહે....
પેલી બહેનને વાત યોગ્ય લાગી અને એણે ઘરમાંથી ખીચડી લાવી નળિયાની બંન્ને બાજુ મુકી અને પછી વચ્ચે છાશ નાખી. છાશ સહી સલામત સચવાઇ ગઇ .પેલી બહેન ઘરમાં પાછી જાય ત્યાં તો જટાશંકરે એક મોટો નિસાસો નાંખ્યો. એટલે તરત જ પેલા બહેન બોલ્યા શું થયું મહરાજ...????
જટાશંકર બોલ્યા આ મારો રૂમાલ ભુલી ગયો લાવવાનું નહિતર ઉપર ના ઢાંકી દેત....!!!!
પેલી બહેન બોલી મહારાજ મારી જોડે રૂમાલ તો છે પણ બધા ઉપયોગમાં લીધેલા છે તમને ગોર ને જુના ગાભા કેમ અપાય..????? પાપ લાગે ને..???
ત્યારે જટાશંકર બોલ્યા એક કામ કરો જો રોટલો બનાવ્યો હોય તો મને આપો તો હુ આ છાશની ઉપર ઢાંકી દઉ .પેલા બહેનને વાત યોગ્ય લાગી ને રોટલો લાવ્યા ...જટાશંકરે રોટલો ઉપર ઢાંક્યો.. બોલો હવે જટાશંકરનું ભાણું થઇ ગયું તૈયાર તેઓ ઘરે આવ્યા ને નિરાંતે ભોજન કર્યુ....કહેવાય કે છાશ જ લાવી પણ સાથે સાથે આખું ભાણું ભરી આવ્યા. બોલો છે ને હોંશીયાર ગોર જટાશંકર....??????