• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફેસબુકની દોસ્તી, ફેસબુકનો પ્રેમ અને ફેસબુકની મજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ફેસબુક પર ફોટો તમારો જોઇ ને બહુ છવાયો તો હું...
હકીકતમાં જોઇ તમને ખરેખર ઘવાયો છું હું....
જે જોયું હતું ફેસબુક પર એવુ નથી ક્યાંય લુક
ક્યાર નોય કહું છું દિલ ને કે બધી માથાકુટ મુક...

તમારા લાંબા કાળા વાળ જોઇ મને લાગ્યુ કે લાવ પુછું કયું તેલ યુઝ કરો છો....
પણ મને શી ખબર કે તમે તો માથામાં વાળ માટે વીગ યુઝ કરો છો...

તમારા બધા ફોટામાં ગોગલ્સ પહેરેલા જોઇ મને લાગ્યું કે તમને ગોગલ્સ પહેરવાનો નેમ છે....
પણ ના ખબર પડી કે ગોગલ્સ પહેરી રાખવાનું કારણ તમારી આંખોનો પ્રોબ્લેમ છે...

ચમકીલા દાંત જોઇ તમારા હું અને બીજા હજારો ફેસબુક ફ્રેંડ અંજાયા છે....
પણ ના સમજી શક્યો કે દાંત તમારા કોઇ દવાખનામાં બંધાયા છે....

ઘણી વખત ચેટમા તમે મને પાગલ કહેતા હતા....
કાશ સમજી શક્યો હોત કે તમે સાચું કહેતા હતા....

ફેસબુકની દોસ્તી ફેસબુક નો પ્રેમ અને ફેસબુકની મજા...
મોંઘી પડી ગઇ ભાઇ હવે ભોગવું છું એની સજા...

નફરત કરું છું એમની દરેક પોસ્ટને અને લાઇક અને શેર કરવાની મારી ખોટી આદત ને....
ફેસબુકની દુનિયામાં લોકો હમેશા યાદ રાખશે મારી આ શહાદત ને

-સોહમ ઠાકર

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X