For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ તો કેવી માર્ચની માથાકુટ...!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

cartoon
સોહમ ઠાકર, પાલનપુર: ખરેખર લોકો જો કોઇ મહિનાથી ડરતા હોય તો તે માર્ચ છે. જેમ કોઇ નાનું છોકરું માસ્તરના હાથમાં સોટી જોઇને શિસ્તમાં આવી જાય તેમ લોકો માર્ચ આવે ને એકદમ લાઇન પર આવી જાય. અને આખો મહિનો, માર્ચ છે માર્ચ છે નું રટણ કર્યા કરે. પૈસા આપવા વાળાને પણ માર્ચ નડે ને પૈસા લેવાવાળા ને પણ માર્ચ નડે. અરે આ માર્ચનું તો શું કહેવું???

તહેવારમાં, પ્રસંગમાં, ફરવા જવામાં, ખરીદી કરવામાં, બધી જ જગ્યાએ માર્ચ બરોબર લોકોને હેરાન પરેશાન કરે છે. ખાસ કરીને બેંકના મેનેજરો ને તો માર્ચ આવે એટલે જાણે કાળાપાણીની સજા આપી હોય તેના બરાબર થઇ જાય. ના ખાવા ના ઠેકાણા હોય કે ના કાંઇ પીવાના. મહેરબાની કરીને પીવાના શબ્દ ને કોઇ બીજા અર્થમાં ના લેતા. હા તો વાત કરીએ બેંકવાળાઓની હાલત ખરાબ હોય છે માર્ચમાં એમની ઘરમાં છોકરા પણ સમજી જાય કે માર્ચ આવે એટલે પપ્પા ને સતાવવા નહીં, નહિતર ક્યાંયનો ગુસ્સો ક્યાંય નિકાળશે.

માર્ચ ચાલું થાય ત્યારથી સગાસબંધી તથા મિત્રોમાં તો સાહેબ ના મોઢે આ માર્ચ શબ્દ નહિ હોય તો એક હજાર વાર બોલાઇ ગયો હશે ને તેમના ધર્મપત્નિ પણ રહી સહી કસર પુરી કરતાં હોય તેમ પાડોશમાં પણ કહી આવે આ તમારા ભાઇને માર્ચ છે ને એટલે જરા મારાથી સ્વાધ્યાયમાં ઓછું અવાય છે. આ સ્વાધ્યાયનું તો ફક્ત નામ હોય છે બાકી આખી સોસાયટીની ખોદણીનું કામ આમ ભેગા થાય ત્યારે થાય પણ એમાય આ માર્ચ વિલન બને.

આમ તો જો કે આટલું કામ આ માર્ચ સારું કરે છે. પણ વાત કરીએ અમારા મેનેજર સાહેબની તો માર્ચ એમના મગજમાં એવો ચડી જાય છે કે ઉઠતા બેઠતા ઉંઘતા ચાલતા સતત માર્ચ માર્ચનું રટણ કર્યા કરે અરે હમણા રાત્રે થાકીને આવ્યા. હાથ મો ધોઇ ફ્રેશ થઇ ને તરત જ પથારીમાં જઇ ને સુઇ ગયા. ઘરવાળી એ બુમ મારી કે જમી લ્યો ત્યાં તો સાહેબના મોમાં થી તરત જ શબ્દો સરી પડ્યા હમણા રહેવા દે માર્ચ છે. પેલા ભાભી બરોબર ના ગરમ થઇ ગયા ને બોલ્યા હવે માર્ચ છે વાળી જમવામાં તમને સાનો માર્ચ નડે છે છાના માના જમી લ્યો. નહીં તો માર્ચ પુરો થઇ જશે એ દી તમે પણ પુરા થઇ જશો. પણ આ માર્ચ શબ્દ આ મહીનામાં મે તો ઘણી જગ્યા એ સાંભલ્યો જુઓ ગણાવું.....

માર્ચ ચાલુ થયો ને પહેલો શબ્દ રીક્ષાવાળા પાસે સાંભળ્યો.

:-સાહેબ છુટા આપજો, માર્ચ હોઇ છુટા ની તંગી છે.

કરીયાણા વાળા ગાંધી ના મોઢે:-સાહેબ માર્ચ મા હિસાબ ક્લીયર કરી નાંખજો ને.

મારા ઉછીના આપેલા પૈસા માગ્યા તો જવાબ મળ્યો:-માર્ચ છે હમણા કાંઇ ના બને.

ઇન્શ્યોરન્સ એજન્ટ :- સાહેબ માર્ચ એન્ડીગમાં તમારી પોલીસી ના બે હપ્તા ચડી ગયા તે ભરી નાંખજો નહીતો પોલીસી બંધ થઇ જશે.

દુધવાળો: સાહેબ થોડો ઉપાડ આપો ને માર્ચ ચાલે છે એટલે પૈસાની જરૂર છે.

જ્યાં જુઓ ત્યાં આ માર્ચ છે માર્ચ છે શબ્દ સાંભળી સાંભળી ને કાન પાકી ગયા. અરે ગજબ તો ત્યા થઇ ગયો કે ૩૧ માર્ચ ના દિવસે રવિવાર હોઇ હું મંદિર ગયો ત્યાં એક ભિખારી ને બેઠેલો જોઇ મે મારી જોડે પડેલો પાંચ નો સીક્કો આપ્યો તો ભિખારી એ તરત જ મને પાછો આપી દીધો ને બોલ્યો સાહેબ ૨૦૧૨-૨૦૧૩ ના વર્ષનું ક્લોઝીંગ કરી નાખ્યું છે તમે કાલે આપજો ને એટલે નવા વર્ષમાં ઉતારી દઇશ..લે કમાલ કરી છે ને..!!!!!

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X