મને પુછીશ નહીં દોસ્ત કે તુ કેમ છે...!
ટુટેલા સપના જેવી મારી ખુરશી, ને મારી જીંદગી જેવી ખખડેલી ટીપાઇ એમ ની એમ છે.
મને પુછીશ નહીં દોસ્ત કેમ છે !!! અહીયા તો બધુ એમ નુ એમ છે.
હા હવે મારો જુનો રેડીયો હવે નથી રહ્યો ફક્ત એની ફ્રેમ છે.
પણ એની કમી નથી કારણ કે ઘરવાળી ને રેડીયો સેમ ટુ સેમ છે.
ફરક છે એટલો દોસ્ત કે રેડીયો હતો સ્વીચઓફ જેવો સિસ્ટમેટીક
પણ આ ઘરવાળી તો છે ફુલ્લી ઓટોમેટીક,એને બંધ ના થવાનો નેમ છે.
મને પુછીશ નહીં દોસ્ત કેમ છે !!! અહીયા તો બધુ એમ નુ એમ છે.
ઘર સાચવું છું.............. ઘરવાળી સાચવું છું
ઘરના વ્યવહારો સાચવુ છું ઘરના તહેવારો સાચવું છું
ઘરના છોકરા સાચવું છું ઘરના ડોકરા સાચવુ છું........
ઓફીસ સાચવું છું ઓફીસમાં બોસ ને સાચવું છું............
જીંદગી ના સ્ટેજ પર હુ તો બસ નાચું છું..
અભિવાદન ની શી!! આશા મને, હું તો
મારી વેદનામાં રાચું છું......
જલસા છે મારે એવો લોકો ને વહેમ છે....!!!!
મને પુછીશ નહીં દોસ્ત કેમ છે !!! અહીયા તો બધુ એમનું એમ છે.
આ પૈસા પાછળ ની દોટમા ફુરશદ કેમ જડતી નથી
આ સમય ની ઓફીસ મા કોઇ દી રજા કેમ પડતી નથી
રોજ જીતુ છું ને રોજ હારું છું....રોજ મનાવું છું દિલ ને અને રોજ એને મારું છું
લાખો જખમ લઇ ને પણ દોસ્તો જીંદગી ને હુ જીવી જાણુ છું........
મને પુછીશ નહીં દોસ્ત કેમ છે !!! અહીયા તો બધુ એમ નુ એમ છે.
સબંધોના નાજુક તાંતણાને જખ્મો પર બાંધી દઉં છું.
કોઇને માફ કરી દઉં છુ તો કોઇની માફી માગી લઉ છું.
છતાં પણ દુનિયામાં સબંધો ની ખુલ્લેઆમ ખેવના થાય છે.
હું તો પ્રેમની દોરી બાંધુ છું પણ લોકો કપડાં સુકાવી ને ચાલ્યા જાય છે.