જો...જો તમારી હાલત ગોરબાપા જેવી ના થાય
સોહમ ઠાકર, પાલનપુર: હમણાં હમણાં આપણા ગોરબાપાએ લગનની સીઝનમાં કાંઇ ભાન રાખ્યું નહીં ને દે ઠોક દે ઠોક ખા ખા કર્યુ એનાથી ગોરબાપાની તબિયત લથડી. સવાર સાંજ નિયમિત મંદિરમાં પુજા ,આરતી કરતાં ગોરબાપા જુલાબ ની લપેટ મા એવા લપેટાણા કે હેરાન હેરાન થઇ ગયા બે દિવસથી ઘરનું પાણી ખુટવાડી નાખ્યું એટલી વાર જઇ આવ્યા. પછી ના છુટકે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે ગોરબાપા ને બરોબર તપાસ્યા અને થોડા કડક શબ્દોમાં ધમકાવ્યા પણ.
''ખબર નથી પડતી ખાવામાં ભાન રાખતા નથી જમવાનું બીજાનું હતું પણ પેટ તો તમારુ હતું ને.'' બિચારા ગોર બાપા બિલકુલ બોલે કે ચાલે ડૉક્ટર સાહેબે થોડી દવા લખી દીધી.. પછી માંડ માંડ ગોરબાપા બોલ્યા..સાહેબ કાંઇ પરેજી જેવું...???
ડૉક્ટર: હા.....પુજા કરો છો..????
ગોરબાપા: હા
ડૉક્ટર: આરતી કરો છો..??
ગોરબાપા: હા સાહેબ..
ડૉક્ટર: તો બસ પરેજીમાં બીજુ કાંઇ નઇ આરતી કર્યા પછી શંખ ના ફુંકતા.
હાહાહા.....બોલો ગોરબાપા સમજી ગયા ..બોલો તમે કાઇ સમ્જ્યા કે નઇં.