અમારું તો આવું જ છે ભાઇ...!!
ઘી ખાઇ ખાઇને કંટાળ્યા તોય જાડા ના થયા.....
રમતો રમી રમીને થાક્યા તોય ખેલાડી ના બન્યા...
ભક્તિ કરી કરી ને થાક્યા તોય ભગવાન ના મળ્યા...
ભાઇ અમારું તો આવું જ છે...
ચોપડીઓ વાંચી વાંચીને કંટાળ્યા તોય પાસ ના થયા....
એક ક્લાસમા પાંચ વાર રહીને પણ હતાશ ના થયા....
નવલકથાઓ પ્રેમની વાંચીને પણ પ્રેમ કરતા ના શીખ્યા
ફિલ્મો જોઇ જોઇ ને ચશ્મા આવ્યા તોય પ્રપોઝ કરતા ના શીખ્યા....
ભાઇ અમારું તો આવું જ છે...
ફીલ્ડીંગ ભરી ભરી ને થાક્યા તો ય કોઇના બોયફ્રેન્ડ ના બન્યા.....
પેટ્રોલ બાળી ને ખાલી થઇ ગયા તોય બાઇક પર એકલા જ રહ્યા...
ઇન્ટરવ્યુ આપી આપી ને થાક્યા તોય પરફેક્ટ ના થયા..
પ્રોફાઇલ બનાવી બનાવી ને થાક્યા તોય સિલેક્ટ ના થયા.
ભાઇ અમારું તો આવું જ છે...
સપના બહુ જોયા પણ એકે સાચા ના થયા...
લોકો ની જાન મા બહુ નાચ્યા તોયે વરરાજા ના થયા...
કપડા વેસ્ટર્ન પહેરીને પણ અમે દેશી જ રહ્યા.........
લમણે હાથ ભરાવી ને હંમેશા અમે બેસી જ રહ્યા....
ભાઇ અમારું તો આવું જ છે...
રાહ જોઇ જોઇ ને હવે તો થઇ ગયા કાકા...
જિંદગી જતી રહી ને તોય ના થયા પાકા...
ભાઇ અમારું તો આવું જ છે...
માફ કરજે એ... જીંદગી મને હુ તારી પાસે થી કાંઇ જ ના શીખ્યો..
ફરેબી દુનિયામા રહી ને પણ કોઇનો વિશ્વાસ તોડતા ના શીખ્યો....
ભાઇ અમારું તો આવું જ છે...