એક પનોતીની વ્યથા
પેદા થયો ત્યાં વોર્ડની નર્સ માંદી પડી ગઇ
દૂધ પીતો થયો એટલે દુધવાળાની ભેંસ મરી ગઇ
હે ભગવાન મારી સાથે જ કેમ આવું થાય છે
બાલમંદીરમાં ભણવા બેસાડ્યો ત્યાં પાછળની ભીંત પડી ગઇ
સ્કુલમાં બેસાડ્યો ત્યાં માસ્તર જતા રહ્યા
હે ભગવાન મારી સાથે જ કેમ આવુ થાય છે
દોડની સ્પર્ધામાં સીલેક્ટ થયો ને આગલા દિવસે પગ ભાગી ગયો
સ્કુલના પ્રોગ્રામ ગીત ગાવા ઉભો થયો ને માઇક બંધ થઇ ગયું
હે ભગવાન મારી સાથે જ કેમ આવુ થાય છે
ધોરણ દશમા આવ્યો એટલે શાળાની માન્યતા રદ થઇ ગઇ
ધોરણ બારમા આવ્યો એટલે આખો અભ્યાસક્રમ જ બદલાઇ ગયો
હે ભગવાન મારી સાથે જ કેમ આવુ થાય છે
જે યુનિવર્સિટીમાંથી ડીગ્રી કરી તે યુનિવર્સિટી ફેક નીકળી
બીજીમાંથી ડીગ્રી કરતાં કરતાં જોબ ની ઉમર નીકળી ગઇ
હે ભગવાન મારી સાથે જ કેમ આવુ થાય છે
જે કંપનીમાં નોકરી લાગ્યોતો તે કંપની જ બંધ થઇ ગઇ
જે બસમાં પંક્ચર પડે એજ બસમા જુ બેઠો હોવુ છું
હે ભગવાન મારી સાથે જ કેમ આવુ થાય છે
લગ્ન કર્યા ના બીજા દિવસે બાયડી નાસી ગઇ
ફરીથી બીજા લગન કર્યા તો ભાગેલી બાયડી પાછી આવી ગઇ
હે ભગવાન મારી સાથે જ કેમ આવુ થાય છે
મારી ટિકિટ ખોવાઇ જાય ત્યારે જ ચેકીંગ આવે છે
જમણવારમા હું જમવા બેસુ ત્યારે જ વાનગી ખુટી જાય છે
હે ભગવાન મારી સાથે જ કેમ આવુ થાય છે
મારો વારો આવે ત્યારે જ ફોટોગ્રાફરના કેમેરામાં રોલ ખુટી જાય છે
ચા વાળા ના કપરકાબી મારા હાથે જ કેમ ટુટી જાય છે....???
હે ભગવાન મારી સાથે જ કેમ આવુ થાય છે
લાઇનમાં આખો દિવસ ઉભો રહુ ને મારો નંબર આવે ત્યારે જ બારી બંધ થઇ જાય છે
મારા સુધી આવી હંમેશા મોટા મોટા મેરીટ અટકી જાય છે
હે ભગવાન મારી સાથે જ કેમ આવુ થાય છે
હું સફરજન લઉ એમાથી હંમેશા જીવડા નીકળે છે
હું સારા સમજુ એ લોકો હંમેશા બેવડા નીકળે છે
હે ભગવાન મારી સાથે જ કેમ આવુ થાય છે
તોલી તોલી ને બોલુ છુ છતા કોડી નો મારો બોલ થઇ જાય છે
બહુ જ સાવચેતી રાખુ છુ છતા પણ મારો રોલ થઇ જાય છે
હે ભગવાન મારી સાથે જ કેમ આવુ થાય છે
''પનોતી'' ના નામથી મારી જીંદગી ની હરાજી થાય છે
સંતોષ છે કે મને જોઇ ઉપરવાળો રાજી થાય છે
નથી કરવી મારે ફરીયાદ કે મારી સાથે આવુ કેમ થાય છે
હે ભગવાન હવે તારી સાથે મારે ના બોલવાના નેમ છે