પોપટલાલની જીંદગી છે શેરડી ના સાંઠા જેવી...!
વાંક મારો એટલો કે દિલમાં વધુ પડતી મીઠાશ હતી...
જીવનમાં વધુ પડતી મીઠાશથી માણસની હાલત શેરડીના સાંઠા જેવી થઇ જાય છે. લોકો પીલી-પીલીને એના કુચે કુચા કાઢી નાખે છે. હમણા હું અને મારા મિત્ર પોપટલાલ શેરડીનો રસ પીવા માટે ગયા ત્યાં મેં આ શેરડીના સાંઠાને જોઇને કોમેન્ટ કરી કે યાર ખરાબમાં ખરાબ જીંદગી આ શેરડીની છે જો ને યાર નીચોવીને રસનું એક ટીંપુય રાખ્યુ નથી હું હજુ તો વાત પુરી કરું ત્યાં તો પોપટલાલ ધ્રુસકે ને ધ્રસકે રડવા લાગ્યાં. હું અચાનક ભડક્યો કે આને થયું શું...???
મેં કહ્યું ભાઇ પોપટલાલ શું વાત છે...??? કેમ આમ અચાનક રડો છો. તો પોપટલાલ બોલ્યા આ શેરડીના સાંઠાને જોઇ ને મને મારી જીંદગી પર રડવું આવે છે. અરે ભાઇ પોપટલાલ શું થયું..? મેં ફરીથી પુછ્યું...! ત્યારે પોપટલાલ રડતાં રડતાં બોલ્યા સાંભળ મને આ શેરડીના સાંઠામાં હું પોતે દેખાઉ છું. બે રોલર છે એમાં એકમાં મારી સાસુ દેખાય છે અને એકમાં મારી બાયડી દેખાય છે. અને પેલા શેરડી પકડીને ઉભેલા ભૈયામાં મને મારો સસરો દેખાય છે...હં..હં....હં...ને પોપટલાલે ફરી પોક મુકી.... આ રસમાં મને મારી મિલકત દેખાય છે ને જે લોકો એને પીવે છે એ બિલકુલ મને મારા સાળા ભાસે છે....મને નિચોવી ને પી ગયા...હં..હં...હં.....અરે પોપટલાલ આ બધું સારું ના ભાસે થોડા શાંત થઇ જાઓ....
પોપટલાલ થોડા શાંત થયા ત્યાં પેલા ભૈયા પર નજર પડી તો શેરડી પર. મનોરમા.....મનોરમા પેનથી લખતો જાય ને પછી એનો રસ કાઢતો જાય...મને વિચિત્ર લાગ્યું. અને પોપટલાલ પણ આ જોઇ ચુપ થઇ ગયા. મેં એને બોલાવ્યો ને પુછ્યું કે આ કોનું નામ લખે છે તું....તો બિચારા એ જવાબ વાળ્યો... હમરી સાંસ હૈ સાહીબ...સસુરી જોરુ સે મિલકે પીટતી હૈ મુઝે...તો... ઔર કોઇ તરીકા નહીં હે ના લડને કા ઉસસે તો અપના ગુસ્સા નિકાલ રહા હું...!
લે ભાઇ ભાઇ આની વાત સાંભળીને પોપટલાલ ડાહ્યા ડમરા થઇ ને પરિસ્થિતીને સ્વીકારી લીધી... અને મે તરત જ કાન મા ફૂંક મારી ''પોપટલાલ ઘર ઘર કી કહાની હે યે... ઇસમેં અફસોસ કાહેકા, ઘર જાઓ... આઇ પી એલ દેખો .ઓર જીસ બોલ પે છગ્ગા લગે સોચ લો ઉસિ બોલ પે સાંસ બેઠી હે....'' ને પોપટલાલ તરત જ ઉભા થઇ આઇપીએલની ધુનમાં નાચવા લાગ્યા... જંપિંગ જપાંગ....જંપિંગ જપાંગ....