રિક્ષાવાળા સાથે સંકળાયેલ દિલચસ્પ વાતો
સોહમ ઠાકર, પાલનપુર: જ્યારે કોઇ રીક્ષાવાળો પ્રેમમાં પડે ત્યારે તેના પ્રેમ નો રંગ તેની રિક્ષા પર પણ લાગે છે અને રિક્ષા જોઇ ને પણ ખબર પડી જાય કે ભાયડો લવમાં છે...રીક્ષા ની આખી કાયાપલટ કરી નાખે નવી દુલ્હન જેવી સજાવી નાખે અને નતનવા સ્લોગન વાંચવા મળે. આવી જ એક દિલચસ્પ વસ્તુ અહીંયા રજુ કરું છું કે જ્યારે કોઇ તે પ્રેમમાં પડે છે ત્યારે તેની રીક્ષા પર લગાવેલા સ્લોગન કેવા હોય છે અને ત્યારબાદ તેનુ બ્રેકઅપ થઇ જાય ત્યારે રિક્ષાના સ્લોગન કેવા હોય છે...
પ્રેમમાં પડ્યા પછી:-
ચલતી હે ગાડી ઉડતી હે ધુલ મુજે ચાહને વાલો કે હાથ મે ગુલાબ કા ફુલ....
તમારા હમ મને બહુ વાલા લાગો છો...
તોફાની કાનુડો...
પ્રિતમ કી લાડલી...
પ્રિત ઘેલો શ્યામ...
રુદિયે તારુ નામ...
જલો મત બરાબરી કરો
તુ મારી રાધા ને હુ તારો શ્યામ...
બ્રેકઅપ થઇ ગયા બાદ:-
લવ ઇઝ સ્વીટ પોઇઝન....
ગમ કે આંસુ....
હે બેવફા તારી યાદમાં...
ચાર દીન કી ચાંદની ફીર અંધેરી રાત હે....
કુતરા પણ વગર કારણે ભસતા નથી
પ્રેમ કોઇ કરશો નહીં
જીંદગી ઝેર છે
પ્રેમ તારું નખ્ખોદ જાજો....