For Quick Alerts
For Daily Alerts
નવા ગુજરાતી જોક્સઃ ભૂરો એક અઠવાડિયું સાસરે રોકાયો..
ડૉક્ટરઃ કયો સાબુ વાપરો છો
ઘુઘોઃ ગઢવીનો લીમડાના તેલ વાળો
ડૉક્ટરઃ શેમ્પુ
ઘુઘોઃ ગઢવીનુ હર્બલ શેમ્પુ
ડૉક્ટરઃ તેલ
ઘુઘોઃ ગઢવીનું આમળા તેલ
ડૉક્ટરઃ આ ગઢવી નવી કંપની છે?
ઘુઘોઃ ના સાયબ ગઢવી મારો રૂમ પાર્ટનર છે
ડ્રાઈવિંગ ટેસ્ટ
એક છોકરી ત્રીજી વખત ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ટેસ્ટ આપવા ગઈ..
અધિકારીઃ જો તમારી એક તરફ પતિ અને બીજી તરફ ભાઈ હોય તો તમે કોને ટક્કર મારશો?
છોકરી પતિને!
અધિકારીઃ અરે મેડમ તમને ત્રીજી વખત કહી રહ્યો છું કે, તમારે બ્રેક મારવી જોઈએ!
ભૂરો અઠવાડિયું સાસરે રોકાયો..
સાસુએ સાતેય દિવસ ભાજીનું શાક ખવડાવ્યું,
અને આઠમા દિવસે પૂછ્યું,
'જમાઈરાજ, આજે શું બનાવું?'
ભૂરોઃ સાસુમા, બસ ખેતર બતાવી દો. હું જાતે જ જઈને ચરી આવીશ.
જોક્સ : નેતાજી ગુજરાતના એક ગામમાં ગયા