• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સપનામાં રખેચંદની અમદાવાદની સફર

By Kumar Dushyant
|

સોહમ ઠાકર, પાલનપુર: રખેચંદ એક દિવસ અમદાવાદમાં ભુલો પડી ગયો અને પછી અટવાણો તો કેવો અટવાણો કે વાત ના પુછો. પણ આખા અમદાવાદમાં એને એક સ્થળ બરાબર યાદ રહી ગયું અને એ હતુ કાંકરિયા રખેચંદના ચેહરા પર ચમક આવી ઓ હો પહેલા કાંકરીયા જતા રહીયે પછી ત્યા થી જોયુ જશે. રખેચંદે રિક્ષાવાળા ને બુમ મારી. હવે આ રખેચંદ કરમ નો એટલો કાઠો કે આ રીક્ષાવાળો ઘરે થી બાયડી જોડે ઝગડો કરી નિકળેલો અને આ રખેચંદ એને ભિટકાઇ ગયો. એક વખત પેલા રીક્ષાવાળા નો જવાબ ના આવ્યો તો રખેચંદ ફરી થી બબડયો.

એ રિક્ષા?????????!!

રિક્ષા વાળા એ રખેચંદ સામુ જોયુ!! એની ફાટેલી લાલ આંખો જોઇ રખેચંદ મુઝાયો મનમા બબડ્યો કે આને મે ક્યા બુમ મારી....તેમ છતા હિમ્મત ભેગી કરી ગળામાં થુંક ગટી પુછી નાંખ્ય, ભાઇ કાંકરીયા નુ શુ લઇશ???

નથી વેચવાનુ!!!!.......પેલો રીક્ષાવાળો બગડેલા મુડમા બોલ્યો.

સારું ભાઇ સારુ રખેચંદે નમ્રતાથી જવાબ વાળ્યો પણ રખેચંદ ફરીથી મુઝાયો મનમા ને મન મા બબડ્યો સાલો રિક્ષાવાળો થઇ ને આખા કાંકરીયા નો માલીક બની ગયો..?? હશે ભાઇ શુ કહેવાય..એમ વિચારી રખેચંદ પાછો ઉભો રહી ગયો કોઇ એ કહ્યુ કે અઢાર નં ની બસ મા બેસી જાઓ.

ને રખેચંદ ગાંધીનગર પહોચી ગયો .કોઇ ને પુછ્યુ હશે કે ભાઇ આ બસનો નંબર શું તો એને બસનો પાર્સીંગ નંબર કહી દિધો ને ભાઇ રખેચંદ ચડી ગયો બસમાં. કંડકટર ને કહ્યું ટિકિટ આપો ત્યાં જ કંડક્ટર હસી ને બોલ્યો આપણે પાર્ટટાઇમ ધંધો કરી લઇએ છીએ બોલો તમારે કઇ ટિકિટ જોઇએ છે..? પિક્ચરની આપું?, ક્રિકેટમેચની આપું,? સરકસની આપું.? કે બસની આપું? રખેચંદ બોલ્યા તમે જ્યાં જાવ છો ત્યાંની આપો ને પેલા કંડક્ટરે ટિકિટ ફાડી ને ભાઇ રખેચંદ ગાંધીનગર પહોંચી ગયો. ત્યાં જઇ કોઇ ને પુછ્યું કે ભાઇ કાંકરીયા ક્યાં. ત્યારે રખેચંદ ને ખબરપડી કે અવળે પાટે ચડી ગયા.

કંટાળીને રખેચંદ હોટલમાં ગયો ત્યાં ઉભેલા વેઇટર ને કહ્યું ભાઇ એક પાણી નો ગ્લાસ આપને..?

તો વેઇટર બોલ્યો સોરી સર ..પણ અમારે ત્યા બધા ગ્લાસ કાચ ના જ છે." હવે રખેચંદ નુ દિમાગ બરાબર નુ ચકરાવે ચડ્યું. તે તરત જ મેનેજર પાસે ગયો ને કહ્યું એક રૂમ આપો ને બહુ થાક લાગ્યો છે. તો મેનેજર બોલ્યો સાહેબ પેલા માળે આપું કે છેલ્લા માળે. રખેચંદ બોલ્યો છેલ્લા માળે આપો ને ભાઇ..! તો મેનેજર ફરી થી બોલ્યો સાહેબ રહેવા માટે જોઇએ છે કે ત્યાંથી કુદવા માટે..?

રખેચંદ ત્યાંથી નાઠો હોટલની બહાર રસ્તા પર આવ્યો ત્યાં એક વૃદ્ધ મળ્યા. રખેચંદે પુછ્યું દાદા આ રસ્તો ક્યાં જાય છે..? તો પેલા દાદા બોલ્યા.. ભાઇ છેલ્લા પચાસ વરસથી તો જોવ છું ભાઇ આ રસ્તો તો અહી નો અહી જ છે. રખેચંદ માથું પકડી ને બબડ્યો હે ભગવાન ઉપાડી લે.. ત્યાં તો તરત જ યમરાજા પ્રગટ થઇ ગયા. ચાલ રખેચંદ હું તને ઉપાડવા આવ્યો છું તારો પોકાર જોઇ મારુ મન પીંગળી ગયું છે. ચાલ આવી જા મારી સાથે.

આ જોઇ રખેચંદના પગતળે થી જમીન ખસી ગઇ એવુ થયું પછી તરત તેણે ફેરવી વાળ્યુ ના પ્રભુ ના હુ તો મારા થેલા ને ઉપાડવાની વાત કરું છું એનુ વજન વધારે છે એટલે મારાથી ઉપડતો ન હતો. રખેચંદ સાક્ષાત યમરાજા ને સામે જોઇ પરસેવે રેબઝેબ થઇ ગયો તેણે યમરાજા ને બહુ મનવ્યા પણ યમરાજા માન્યા નહીં ને એમણે જેવો રખેચંદ ને ઉપાડ્યો રખેચંદ બરાડ્યો બચાવો બચાવો...ને ત્યાંજ કોઇ એ એના પર પાણી રેડ્યુ ને એની ઉંઘ ઉડી. જુએ તો એના બુમબરાડા થી આખું ગામ ભેગું થઇ ગયુ હતું. ને બધાને જોઇ બિચારો રખેચંદ શરમ નો માર્યો મો છુપાવી નાઠો. આ હતી રખેચંદની અમદાવાદ ની સફર અને એ પણ સપના માં.

English summary
Rakhechand Amhedabad tour in Dream.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X