• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લગ્ન, સ્ટારડમને બાળકો પર સલમાનની કહાની સલમાનની જુબાની

|
Google Oneindia Gujarati News

બ્લોકબસ્ટર ખાન કે પછી બ્લોકબસ્ટર કિંગના નામે ઓળખાતો સલમાન ખાન બોલીવૂડનો તે ખાન છે જે, જે કોઇ પણ વસ્તુ પર આંગળી મૂકે છે તે હિટ થઇ જાય છે. તે પછી વ્યક્તિ હોય કે ફિલ્મ. સલમાન ખાન જ્યાં એક બાજુ બીઇંગ હ્યૂમન જેવા માનવતાભર્યા કાર્યો કરીને આપણા મનમાં ખાસ જગ્યા અને આદર બનાવે છે ત્યાં જ કાળિયાર હરણ કેસ, હિટ એન્ડ રન કેસ જેવા વિવાદો દ્વારા આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે કે આ એજ સલ્લુ ભાઇ છે!

વળી 50 વર્ષની ઉંમરે પણ બોલીવૂડના મોસ્ટ એલિઝેબલ બેચલર તેવા સલમાન ખાનના લગ્ન ના કરવાના નિર્ણય અને તેમની કારકિર્દી અને બાળકો પ્રત્યેના તેમના પ્રેમના કારણે સલમાન ખાન એક અલગ જ ઇમેજ ધરાવે છે. ત્યારે આજે અમે સલમાને ખાને પોતાના વિષે કીધેલા કેટલીક ખાસ નિવેદનો તમારી માટે લાવ્યા છીએ જેમાં સલમાન ખાન સ્ટારડમથી લઇને એક્ટિંગ અને લગ્ન જેવા અનેક સવાલો પણ બોલે છે. ત્યારે સલમાન ખાનની કહાનીને તેની જ જુબાની જાણો અહીં....

લગ્ન

લગ્ન

ધણા સમય પહેલા હું લગ્ન કરવાની બિલકુલ નજીક હતો. પણ તેવું ના થયું અને તે દિવસ પછી લગ્ન કરવાનું શક્ય થતું જ નથી. તે દૂરભાગ્યપૂર્ણ છે પણ હું ખુશ છું અને ઇચ્છું છું કે તેવું જ થતું રહે.

લગ્ન

લગ્ન

હું કેમ લગ્ન કરું? લગ્ન આપણે બાળકો માટે કરીએ છીએ. મારે બાળકો છે. મારા ભાણીયા, ભત્રીજા જ મારા બાળકો છે.

પ્રેમ

પ્રેમ

હું અધિકાર નથી જમાવતો હું કેરિંગ છું. પણ જ્યારે તમને ખબર પડે છે કે જે તે વ્યક્તિને તમારી આટલી કેરની જરૂર નથી તો તમે જાતે જ પીછેહટ કરી લો છો.

સલમાન ખાન

સલમાન ખાન

જેમ જેમ તમારી ઉંમર વધે છે
તમે વધુને વધુ સારા લાગવા લાગો છો.
તમારે વધારે ઊંચી કિક મારવી પડે છે.
અને તમારે કામ માટે વધારે મહેનત કરવી પડે છે.

જીવન વિષે

જીવન વિષે

જીવનમાં સીધા જાવ અને પછી જમણે વળી જાવ. જીવન વિષે આ છે સલમાન ખાનનો દ્રષ્ટિકોણ.

ઉંમર

ઉંમર

હું હાલ 47,48 વર્ષનો છું. હવે મારાથી મારી 24 વર્ષની ઉંમર કરતા 10 ધણી વધુ સારા કામની આશા સેવવામાં આવે છે.

સ્ટારડમ

સ્ટારડમ

મને ધણીવાર લાગે છે કે ક્યાં હું મારા સ્ટારડમનો ખોટો ફાયદો તો નથી ઉઠાવી રહ્યો ને!

ફિલ્મ

ફિલ્મ

મારી દરેક ફિલ્મ સાથે હું પ્રયાસ કરું છું કે મારા દર્શકોને થોડું વધારે આપું. મારી જૂની ફિલ્મ કરતા કોમેડી, એક્શન, ડ્રામા વગેરે દર્શકોને થોડુંક વધુ મળે.

સફળતા

સફળતા

જો ફિલ્મ હિટ થાય તો દરેક જણ તેની સફળતાની ભાગીદારી લે છે. પણ જો તે ખરાબ રીતે નિષ્ફળ જાય તો તે બીજા કોઇની કારણે નહીં પણ મારા લીધે ફ્લોપ જાય, તેવુ કહેવું જ યોગ્ય રહેશે!

ફિલ્મ

ફિલ્મ

સિનેમા હંમેશા આપણા દેશની માટીને અડે તેવું હોવું જોઇએ. મારી ફિલ્મો ભારતના આ હાર્દને ઉજવે છે.

English summary
The 'Blockbuster Khan' and 'Blockbuster King' of Bollywood, Salman Khan, is one of the most successful actors in the industry and commands a huge fan following throughout the country. The actor, has faced a lot of ups and downs in his career, love life and also got entangled in the legal issues, and despite of all these, Salman Khan still stands tall and delivers the best to the audiences.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X