જીવનનો નિયમ છે કે સમય આવે ઘડપણ પણ આવશે...પણ બોલીવૂડના આ સ્ટાર્સને જોઇને લાગે છે સમયે તેના નિયમો જ આ સ્ટાર માટે તોડી નાંખ્યા છે.
આ સ્ટાર ભલે મેકઅપ કરતા હશે કે ટ્રિટમેન્ટ કરવતા હશે સાચું ખોટું જે પણ હોય તે તો ભગવાન જાણે પણ જ્યારે જ્યારે તેમને જોઇએ છે ત્યારે લાગે છે કે "આ લોકો હજીયે કેટલા યંગ છે!"
આજે અમે બોલીવૂડના કેટલાક એવા સ્ટારની વાત કરવાના છીએ જે છે સદાબહાર યંગ. ઉંમર તેમનું કશું પણ બગાડી નથી શકી. તો આ બોલીવૂડ સેલેબ્રિટી કોણ કોણ છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...
રજની કાંન્ત
રજની સરની તો વાત જ કંઇક બીજી છે. રજનીજી 64 વર્ષના છે પણ જ્યારે ફિલ્મોમાં સડસડાટ સ્ટાઇલમાં ચાલે છે તો ભલ ભલ જુવાનિયાને ભોંય ભેગા કરી દે છે.
રેખા
કહેવાય છે કે સ્ત્રીઓને ઉંમર કદીના પૂછવી જોઇએ પણ અહીં રેખાની ઉંમર લખવાનું મન એટલા માટે થાય છે કે તે 60 વર્ષની બિલકુલ પણ નથી લાગતી. હજી પણ 35-40 વર્ષની લાગતી રેખાએ તેના શરીરને જબરું સાચવ્યું છે.
રજની કાંન્ત
શાહરૂખ ખાન
49 વર્ષના શાહરૂખ હજી પણ એટલા યંગ લાગે છે કે તે આજે પણ તેમની બાંહો ખોલીને પોઝ મારીને ઊભા રહે તો લાખ્ખો છોકરીઓ તેમની બાંહોમાં સમાવા દોડી જાય
સલમાન ખાન
કોઇને ઉંમર વધતા, વધુને વધુ હેન્ડસમ અને ડેશિંગ થતો હોય તેવા વ્યક્તિનું ઉદાહરણ જોયતું હોય તો સલમાન ખાનને જોઇ લો.
માધુરી દિક્ષિત
માધુરી દિક્ષિત જેટલી પર વાર સ્માઇલ આપે તેટલી વાર મને થાય કે છોડેને આ ઉંમર, યંગ-ઓલ્ડની વાતો માધુરીને જોવા દો.
અનિલ કપૂર
આ સ્ટાઇલીશ એક્ટર છે એવરગ્રીન યંગ. 59 વર્ષના અનિલને જોઇને કોઇના કહી શકે તેમની ઉંમર આટલી છે
હેમા માલિની
હેમા માલિની ખાલી 66 વર્ષની છે. જો હું તેવું કહું તો પણ તમે ક્યાં તે વાત માનવાના છો.
મલ્લિકા અરોરા ખાન
મલ્લિકાની પતળી કમર, દિલકશ અદાઓ તેની સ્ટાઇલ જોઇને ભાગ્યેજ કોઇ કહી શકે તે 41 વર્ષની યમ્મી મમ્મી છે.
અક્ષય કુમાર
અક્ષય કુમારને તેમના સપ્રમાણ ખોરાકશૈલી અને કસરત અને નિયમોથી ભરેલ જીવનશૈલીએ જાણે કે ઓલ્ડ જ નથી થવા દીધા.
જૂહી ચાવલા
જૂહી ચાવલા ખાલી 47 વર્ષની છે પણ તેમને જોઇને કોઇ પણ વ્યક્તિ કહેશે કે જૂહી તો વધુમાં વધુ માંડ 35 વર્ષથી જ હશે.