India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019ની 10 મોટી ફિલ્મો, ફક્ત સલમાન-અક્ષય અને બિગ બજેટ નહીં, હવે થશે અસલી ટક્કર

|
Google Oneindia Gujarati News

2019ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. બોલીવુડમાં ચારે તરફ 2019ને દમદાર બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ વર્ષે એક કરતા એક ચડિયાતી ફિલ્મો રિલીઝ થવાની છે. ગત વર્ષે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાનની મોટી મોટી ફિલ્મો ફ્લોપ સાબિત થઈ, જેને પગલે 2019માં મોટા બજેટ અને સ્ટાર વેલ્યુ કરતા સારા કન્ટેન્ટવાળી ફિલ્મો પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે.

ફિલ્મોની વાત કરીએ તો 2019માં લગભગ 100 ફિલ્મો રિલીઝ થવાની છે. આ વર્ષની સૌથી મોંઘી ફિલ્મ મહાભારત હશે, જે ટૂંક સમયમાં ફ્લોર પર જશે. જો કે તેને બનતા 4થી 5 વર્ષ લાગશે. તો આ વર્ષે ફિલ્મ મેકર્સ સ્ટાર્સથી લઈને કન્ટેન્ટ દ્વારા ઓડિયન્સને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરશે જેને કારણે ટક્કર જબરજસ્ત રહેશે. 2019માં ઘણી મોટી ફિલ્મો લાઈનમાં લાગેલી છે. આશા છે કે ગત વર્ષની જેમ ઓડિયન્સ આ વર્ષે નિરાશ નહીં થાય.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના જીવન પર બનશે ફિલ્મ, વિવેક ઓબેરોય નિભાવશે આ કિરદાર

તો ચાલો નજર કરીએ આ વર્ષે રિલીઝ થનારી 10 મોટી ફિલ્મો પર અને જાણીએ ડિટેઈલ્સ...

એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની લાઈફ પર આધારિત આ ફિલ્મને વિજય ગુટ્ટેએ ડિરેક્ટ કરી છે. જેમાં અનુપમ ખેર લીડ રોલમાં છે. આ ફિલ્મ મનમોહનસિંહના પૂર્વ મીડિયા એડવાઈઝર સંજય બારુના પુસ્તક એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર આધારિત છે. આ ફિલ્મ 11 જાન્યુઆરીએ રિલીઝ થશે.

મણિકર્ણિકા

મણિકર્ણિકા

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જિંદગી પર આધારિત આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં કંગના રાનોતની સાથે સાથે અંકિતા લોખંડે, ડેની ડેંગ્ઝોપ્પા, જિસ્સુ સેન ગુપ્તા, અતુલ કુલકર્ણી પણ દેખાશે.

સુપર 30

સુપર 30

ઋતિક રોશનની ફિલ્મ સુપર 30 પ્રોફેસર આનંદકુમારના જીવન પર આધારિત છે. ડિરેક્ટર વિકાસ બહલે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. પ્રોફેસર આનંદ કુમાર બિહારમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને IIT એન્ટ્રન્સ પરીક્ષા માટે કોચિંગ આપે છે. આ ફિલ્મ પણ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે છે.

ભારત

ભારત

સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ભારત પણ આ વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સલમાનની સામે કેટરીના કૈફ છે. અલી અબ્બાસ ઝફર ત્રીજી વખત સલમાન ખાન સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 5 જૂનના રોજ થિયેટર્સમાં આવશે.

બ્રહ્માસ્ત્ર

બ્રહ્માસ્ત્ર

ડિરેક્ટર અયાન મુખર્જીની આ ફિલ્મ પણ આ વર્ષની શાનદાર ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ છે. ફિલ્મનો ફર્સ્ટ પાર્ટ 2019માં ક્રિસમસ પર રિલીઝ થશે.

એક લડકી કો દેખા તો એસા લગા

એક લડકી કો દેખા તો એસા લગા

સોનમ કપૂર, અનિલ કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મ એક જુદા પ્રકારની લવસ્ટોરી છે. અનિલ કપૂર આ ફિલ્મમાં સોનમ કપૂરના પિતાના રોલમાં છે. ફિલ્મ 1 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

કલંક

કલંક

ડિરેક્ટર અભિષેક વર્મનની આ મલ્ટીસ્ટરાર ફિલ્મમાં વરૂણ-આલિયાની સાથે માધુરી દિક્ષીત, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, આદિત્ય રૉય કપૂર પણ છે. ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થઈ શકે છે.

સ્ટુડન્ટ ઓફ ધી યર ટુ

સ્ટુડન્ટ ઓફ ધી યર ટુ

કરણ જોહરની આ ફિલ્મમાં ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે, તારા સુતરિયા અને ટાઈગર શ્રોફ દેખાશે. આ ફિલ્મ 2012માં આવેલી સ્ટુડન્ટ ઓફ ધી યરની સિક્વલ છે.

ઠાકરે

ઠાકરે

શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની જિંદગી પર આધારિત આ ફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દીકી ઠાકરેના રોલમાં દેખાશે. ફિલ્મ 23 જાન્યુઆરીએ રિલીઝ થશે.

ઉરી

ઉરી

ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત ફિલ્મ 11 જાન્યુઆરીએ રિલીઝ થશે. જેમાં વિક્કી કૌશલ, યામી ગૌતમ અને પરેશ રાવલ મુખ્ય રોલમાં છે.

English summary
10 most awaited films of this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X