For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુભાષ ઘાઈની "હીરો" V/S સલમાન ખાનની "હીરો"

|
Google Oneindia Gujarati News

વર્ષ 1983માં રિલીઝ થયેલી સુભાષ ઘાઈની હીરો ફિલ્મે જેકી દાદાને બોલીવુડનો સુપરસ્ટાર હીરો બનાવી દીધો. મીનાક્ષી શિષાદ્રી કે જેની આ પહેલાની ફિલ્મ ફ્લોપ રહી હતી તેને પણ આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં એક નવુ સ્થાન મળી ગયું.

અને હવે વર્ષ 2015 એટલે કે આ શુક્રવારે હીરો ટાઈટલ સાથે સલમાન ખાન પ્રોડક્શન હેઠળ બનેલી હીરો રીલીઝ થઈ રહી છે. જેમાં નવા બે ચહેરા સૂરજ પંચોલી અને આથિયા શેટ્ટી જોવા મળશે. ફિલ્મને લઈને પહેલા જ ખાસ્સી ચર્ચા થઈ ચૂકી છે. હવે ફિલ્મ હીટ જાય છે કે ફ્લોપ તે તો રિલીઝ બાદ જ ખબર પડશે. જો કે લોકોને આ ફિલ્મથી ઘણી આશા છે. ખાસ કરીને ફિલ્મ સાથે સલમાન ખાનનું નામ જોડાયેલુ હોવાથી ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણી હેડલાઈન્સ બનાવી ચૂકી છે.

તો આવો નજર કરીએ કે વર્ષ 1983ની સુભાષ ઘાઈની હીરો અને વર્ષ 2015ની સલમાન ખાનની હીરો વચ્ચે શું તફાવત છે, અને શું સામ્યતા છે.

ફર્સ્ટલુક

ફર્સ્ટલુક

વર્ષ 1983ની હીરોના ફર્સ્ટલુકને ખાસ રીસપોન્સ નહોતો મળ્યો. પરંતુ વર્ષ 2015ની હીરોના ફર્સ્ટલુકને સલમાન ખાને રિલીઝ કર્યું છે, તેથી લોકો દ્વારા જબરજસ્ત રીસપોન્સ મળ્યો છે.

એક્ટર્સ

એક્ટર્સ

જ્યારે જેકી શ્રોફને હીરો તરીકે કાસ્ટ કરવામાં આવ્યો ત્યારે જેકી શ્રોફની ઈમેઝ જગ્ગુ દાદા તરીકે હતી. હીરો ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં જેકી શ્રોફને હીરો તરીકે સ્વીકારવામાં આવ્યો. તો સૂરજ પંચોલી સાથે પણ હીરો ફિલ્મથી જ ઘણાં વિવાદ જોડાઈ ચૂક્યા છે. તેમને પણ ઘણાં લોકો વિલનના રૂપમાં જુએ છે. આશા છે કે આ હીરોથી તેમની નૈયા પણ પાર પડી જશે.

મ્યુઝિક

મ્યુઝિક

હીરો ફિલ્મનું મ્યુઝિક ઘણું હીટ રહ્યું હતુ. ટાઈટલ સોન્ગ તુ મેરા હીરો હૈ..તુ મેરા દીલબર...સુપરડુપર હીટ રહ્યું હતુ. તો વર્ષ 2105માં રિલીઝ થઈ રહેલી હીરોનું ટાઈટલ સોન્ગ કે જે સલમાને ગાયુ છે તે પણ ઘણું હીટ થઈ ચૂક્યું છે. આ સોન્ગને વર્ષનું લવ એન્થમ પણ કહેવામાં આવી રહ્યું છે.

સ્ટોરી

સ્ટોરી

સુભાષ ઘાઈની ફિલ્મ હીરોમાં જેકી શ્રોફને એક ગુંડાની ભૂમિકામાં બતાવવામાં આવ્યો છે. જે પાછળથી સુધરી જાય છે. તો વળી સલમાન ખાનની હીરોમાં પણ કઈંક એવું જ છે, પણ ઘણું અલગ જોવા મળશે.

લવ સ્ટોરી

લવ સ્ટોરી

1983ની હીરોમાં જેકી શ્રોફ અને મીનાક્ષીની લવસ્ટોરી હતી. 2015ની હીરોમાં આથિયા શેટ્ટી અને સૂરજ પંચાલીની લવસ્ટોરી છે.

બોક્સ ઓફીસ

બોક્સ ઓફીસ

બોક્સ ઓફીસ પર જેકી અને મીનાક્ષીની હીરો પહેલા ફ્લોપ ગઈ હતી. ત્યારબાદ ફિલ્મે પીકઅપ કર્યું હતું. 75 અઠવાડિયા સુધી ફિલ્મે કમાણી કરી હતી. તો આશા છે કે સલમાનની હીરો પણ બોક્સ ઓફીસ પર સારી કમાણી કરશે. અને લગભગ 75થી 70 દિવસ સુધી ટકશે.

ડાયરેક્ટર

ડાયરેક્ટર

હીરો સુભાષ ઘાઈની 7મી ફિલ્મ હતી, તો નિખીલ અડવાણીની પણ ડિરેક્ટર તરીકે આ 7મી ફિલ્મ છે.

English summary
Salman khan project film hero will release this week. There is dome difference and similarities in both movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X