ક્યારેક ગુસ્સો તો ક્યારેક પ્રેમ...કેટની પણ મજાક કરી છે સલમાને!

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાન પોતાના ડાયલોગ્સને લઇને ફિલ્મોમાં જ નહીં પણ રીયલ લાઇફમાં પણ ઘણા ફેમસ છે. વાતો વાતોમાં સલમાન કોઇની મજાક કરીને તેનુ અપમાન પણ કરી શકે છે. જો વાત કરીએ કટરીના કૈફની તો સલમાન વાતો વાતોમાં કેટરીનાની ઘણી વખત મજાક કરી ચૂક્યા છે.

સલમાન ખાન અને કેટરીના કૈફ એક્સ કપલ્સ રહી ચૂક્યા છે, પણ હવે કેટરીના કૈફ રણબીર કપૂરની સાથે છે અને સલમાન પોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે. જો કે આજે અમે તમને કેટલીક વાતો યાદ અપાવીશું કે જ્યારે સલમાને કેટરીનાને યાદ કરી છે ક્યારેક ગુસ્સાથી, ક્યારેક મજાકમાં તો ક્યારેક પ્રેમથી...સ્લાઇડ્સ દ્વારા જાણીએ કે સલમાને ક્યારે ક્યારે કેટને યાદ કરી છે.

જ્યારે કહ્યું કેટરીના કપૂર
  

જ્યારે કહ્યું કેટરીના કપૂર

સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્નમાં કેટરીના કૈફ પણ ઉપસ્થિત હતી. રિસેપ્શન દરમ્યાન જ્યારે ચિકની ચમેલી ગીત શરૂ થયુ ત્યારે સલમાને માઇક લઇને કહ્યું કે કેટરીના કૈફ તમારૂં ગીત વાગી રહ્યું છે સ્ટેજ પર આવો. પરંતુ કેટ જ્યારે સ્ટેજ પર ના ગઇ ત્યારે સલમાને કહ્યું ઓકે કૈફ નહીં પણ કેટરીના કપૂર સ્ટેજ પર આવો....

હજી પણ નીચે જશો તમે
  

હજી પણ નીચે જશો તમે

કેટરીના કૈફ જ્યારે ફિલ્મ તીસ માર ખાના પ્રમોશન માટે બીગ બોસના ઘરમાં પહોંચી હતી. ત્યાં વાતો વાતોમાં સલમાને કેટને કહ્યું કે તમે અક્ષય કુમાર, સલમાન, શાહરૂખ અમારા બધાની સાથે કામ કર્યું છે. હવે તમે રણબીર કપૂરને પકડ્યો છે. તેનાથી પણ નીચે જશો તમે, તેનાથી પણ યંગ જોઇએ છે.

5 વર્ષ પહેલાની કેટરીના યાદ આવી ગઇ
  

5 વર્ષ પહેલાની કેટરીના યાદ આવી ગઇ

બિગબોસમાં શરૂઆતમાં અલી અવરામ હિંદી બોલવામાં અટકતી હતી. એક એપિસોડ દરમ્યાન સલમાને તેને એક ડાયલોગ બોલવા માટે કહ્યું, અને ડાયલોગ બાદ સલમાને કહ્યું કે આ ડાયલોગ સાંભળીને મને 5 વર્ષ પહેલાની કેટરીના યાદ આવી ગઇ.

રણબીર કપૂર
  
 

રણબીર કપૂર

કોફી વીથ કરનમાં સલમાને ધમાકો કર્યો હતો. રેપિડ ફાયર રાઉન્ડમાં જ્યારે કરને સલમાનને પૂછ્યુ કે આ લોકોને તમે શું અડવાઇઝ આપવા માંગશો. તો સલમાને કહ્યું કે
રણબીર કપૂર-"Have fun",
કેટરીના કૈફ- "Make sure he does not have fun."

કેટરીના ખાન
  

કેટરીના ખાન

અર્પિતાના લગ્નમાં સલમાને કેટરીનાને કૈફની જગ્યાએ કપૂર કહી હતી, સાથે જ એવુ પણ કહ્યું હતુ કે મે તમને કેટરીના ખાન બનવાની તક આપી, પણ તમે કેટરીના કપૂર બનવુ મંજૂર કર્યું. ત્યારે ત્યાં કેટરીના કૈફ સિવાય ઉપસ્થિત બધા જ હસવા લાગ્યા હતા.

સોનમ કપૂર
  

સોનમ કપૂર

સોનમ કપૂર જ્યારે બીગ બોસના ઘરમાં આવી હતી ત્યારે સલમાને સોનમ કપૂરને સવાલ કર્યો હતો કે તમે બોલીવુડની કઇ એક્ટ્રેસ સાથે ડેટ પર જવા ઇચ્છો છો? ત્યારે સોનમે જવાબ આપ્યો હતો કે કેટરીના કૈફ કારણ કે તેમના પગ ઘણાં સેક્સી છે. ત્યારે સલમાન ખાન ઘણું શરમાયા પણ હતા.

English summary
Salman Khan and Katrina Kaif were ex- couple. Though the actor took a dig at Katrina several times.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.