• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનૂ સૂદ સાથે આવ્યા 7 સુપરસ્ટાર્સ, મજૂર-ગરીબો માટે પોતાની કરોડોની તીજોરી ખોલી

By Staff
|

લૉકડાઉનને કારણે હાલ આખા દેશમાં આર્થિક તંગીનો માહોલ છે. એવામાં ગત દિવસોમાં સિનેમા સાથે જોડાયેલા કેટલાય સ્ટાર્સે પોતાના તરફથી લાખો કરોડોનું પીએમ કેર ફંડમાં દાન કર્યું છે. કેટલાય સ્ટાર્સે પોતાની રકમ જણાવી તો કેટલાકે દાનનો ઢીંઢોરો પીટવો યોગ્ય ના માન્યું.

પરંતુ આ બધાની વચ્ચે હિન્દી સિનેમાા એવા કેટલાય સુપરસટાર્સ છે જેઓ રિયલ જિંદગીમાં પણ હીરો સાબિત થયા છે. જેઓ સતત પોતાની ટીમ સાથે મળી પ્રવાસી મજૂરો માટે ગત બે મહિનાથી મદદ પહોંચાડી રહ્યા છે. કોઈ મજૂરોના બેંક ખાતમાં પૈસા પહોંચાડી રહ્યા છે તો કોઈ બસ સેવા દ્વારા હજારો પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડી રહ્યા છે.

હજારો મજૂરોને ઘરે પહોંચાડ્યા

હજારો મજૂરોને ઘરે પહોંચાડ્યા

આપણે બધા જાણીએ જ છીએ કે હાલ સોનૂ સૂદ જેવી રીતે 12 હજાર પ્રવાસી મજૂરોને બિહાર અને યૂપી મોકલી ચૂક્યા છે અને હજી પણ ટોલ ફ્રી નંબર આપી લોકોને તેમના ઘરે પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. સાથે જ તેઓ 45 હજાર લોકોને શક્તિઅન્દાનમ પહેલ દ્વારા ખોરાક પહોંચાડી રહ્યા છે.

પરંતુ આની વચ્ચે 7 એવા સુપરસ્ટાર્સ પણ છે જેમણે લોકોની આર્થિક મદદ માટે પોતાની બધી કમાણી લગાવી દીધી. ચાલો જાણીએ કોણ છે એવા રિયલ લાઈફહીરોજ જેઓ હજી પણ ખુલ્લા હાથે લોકોની મદદનો પ્રયાસ કરી રહ્યા છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમારે પીએણ કેર્સ ફંડમાં 25 કરોડ રૂપિયાનું મહાદાન કર્યું. ટીવી કલાકારોની મદદ માટે 45 લાખ રૂપયા આપ્યા. પલીસને 2 કરોડ અને બીએમસીને 3 કરોડની મદદ કરી. મુંબઈ પોલીસને 1000 સેંસર બેન્ડ ગફ્ટ કર્યાં છે. જેનાથઈ કોરોના વાયરસના લક્ષણોનો પતો લગાવી શકાય છે.

સલમાન ખાન

સલમાન ખાન

રોજમદાર મજૂરો સાથે કટેલાય ગરીબ પરિવારોની મદદ કરી. એપ્રિલ મહિનામાં 16000 મજૂરોના બેંક અકાઉન્ટમાં 5000 રૂપિયા નાખ્યા. મે મહનામાં 19000 મજૂરોના અકાઉન્ટમાં કુલ 6 કરોડ રૂપિયા મોકલ્યા. બે મહિના સુધી તેઓ કેટલાય રોજમદાર મજૂરોનો ખર્ચો ઉઠાવશે. આની સાથે જ ઈદ પર 5 હજાર પરિવારો સુધી ખાવાનું પહોંચાડ્યું હતું. ફૂડ ટ્રકો દ્વારા પણ લોકો સુધી ખઆવાનું પહોંચાડી રહ્યા છે. કેટલાય લોકોની મદદ કરવામાં આવી રહી છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાને પીએમ કેર ફંડ સાથે મહારાષ્ટ્ર સીએમ રાહત કોષ, 25 હજાર પીપીઈ કિટ, 10 હજાર લકોને એક મહિના સુધી 3 લાખ ખાવાની કિટ. એસિડ અટેક સર્વાઈવર્સ માટે માસિક વેતન. મુબઈમાં પોતાની ઑફસ ક્વારંટાઈન સેન્ટર રીકે આપી ચૂક્યા છે. તેઓ પણ લોકો માટે સતત સહાયક થઈ રહ્યા છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

9 મેથી દરરોજ 2 હજાર ડ્રાઈ ફૂડ પેકેટ, 200 પાણીની બોતલ અને 1200 જોડી ચપ્પલ પણ વહેંચ્યાં. આ બધું પ્રવાસી મજૂરો માટે. હસ્પિટલો, પોલીસ સ્ટેશનો, બીએમસી કાર્યાલય અને અંતિમ સંસ્કારના સ્થળો પર 20 હજારથી વધુ પીપીઈ કિટ દાન આપી. પ્રવાસી મજૂરોને ઘરે મકલવા માટે 10 બસ ચલાવી. પીએમ રાહત કોષમાં આર્થિક મદદ કરી. એક લાખ રોજમદાર મજૂરોને દૈનિક રાશન ઉપલબ્ધ કરાવ્યું. સૂખા રાશન તરીકે 10 હજાર પેકેટ. હાજી અલી દરગાહ, અનટૉપ હિલ, ધારાવી, જુહૂ વગેરે જગ્યાએ 4500 પેકેટ પકાવેલું ખાવાનું વહેંચવામાં આવી રહ્યું છે. આ બધું દરરોજ થઈ રહ્યું છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

15 સંગઠનોને દૈનિક વેતન, ગરીબોની આર્થિક મદદ. ભારતીય પીએણ રાહત કોષમાં ડોનેશન, બૉન વિવ નામની એક સંસ્થાને 75 લાખનું દાન. ભારત અને લૉસ એન્જીલેસમાં હેલ્થકેર વર્કર્સને 20 હજાર જૂતાં ડોનેટ કર્યાં. મહિલાઓની મદદ માટે 76 લાખ રૂપિયાનું દાન.

પ્રકાશ રાજ

પ્રકાશ રાજ

પ્રકાશ રાજ 250થી વધઉ બેઘ લોકોની મદદ કરી રહ્યા છે. ફાર્મ, ઘર, ફિલ્મ પ્રોડ્શન સંસ્થા સાથે જોડાયેલા લોકોને કેટલાય મહિના સુધીનો એડવાન્સ પગાર આપી ચૂક્યા છે. આની સાથે જ તેઓ તત પોતાનું ખિસ્સું ઢીલું કરી લોકોની મદદ કરી રહ્યા છે.

ઋતિક રોશન

ઋતિક રોશન

એન95 અને એફએફપી માસ્ક વહેંચી રહ્યા છે. કમજોર સમુદાયો, પ્રવાસી મજૂરો અને બેઘ લોકોને ખાવાનું આપી રહ્યા છે. રસોઈ નેટવર્કના માધ્યમથી તેઓ ભારત સરકાર, રાજ્ય સરકાર અને અન્ય પ્રશાસન સાથે મળીને કામ કરી રહ્યા છે. પાકેલું ભોજનનું વિતરણ, રાશન કિટનું વતરણ કરી રહ્યા છે.

લાઇવ શોમાં અમૃતા સિંહને કીસ કરવાના હતા સૈફ અલી ખાન, વીડિયો વાયરલ

English summary
7 real bollywood heroes who are saving lives during these pandemic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more