For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

71ના સિકન્દર, મહાનાયકની 71 વણકહેલી દાસ્તાન

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 11 ઑક્ટોબર : અમિતાભ બચ્ચનના 71મા જન્મ દિવસે લોકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. તેમની ફિલ્મો અને અંગત જીવન વિશે તમામ વાતો એવી છે કે જે કોઈનાથી છુપાયેલી નથી, પરંતુ ઘણી વાતો એવી પણ છે કે જેનાથી કદાચ સૌ અજાણ છે. અમે રજૂ કરીએ છીએ બિગ બીના 71મા જન્મ દિવસે તેવી 71 વણસાંભળેલી વાતો કે જે તમે ક્યારેય નહિં સાંભળી હોય.

અમિતાભ બચ્ચન બૉલીવુડમાં એક સામાન્ય કલાકાર તરીકે આવ્યા હતાં અને આ સામાન્ય કલાકાર કઈ રીતે એક મહાન નાયક બની ગયો? તેમની સામાન્ય કલાકારથી એક મહાનાયક સુધીની સફરમાં ઘણી બાબતો એવી હતી કે જે બાબતોએ તેમને મહાન બનાવવામાં મદદ કરી.

અમિતાભ બચ્ચન આજે એક વિનમ્ર કલાકાર થઈ ચુક્યાં છે. સિત્તેર-એંસીના દાયકાના ઍંગ્રી યંગ મૅન આજે પીઢ કલાકાર બની ચુક્યાં છે. તેમની પ્રથમ ફિલ્મ હતી સાત હિન્દુસ્તાની, પરંતુ તેઓની સફળતાની શરુઆત ઝંજીર ફિલ્મ સાથે થઈ. એક સમય પડતીનો સામનો કરનાર અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ સાથે પુનઃ બેઠા થયાં.

આવો અમિતાભની 71 મુદ્રાઓ સાથે જાણીએ 71 વણસાંભળેલી વાતો :

બે વાર ગ્રેજ્યુએશન

બે વાર ગ્રેજ્યુએશન

1. અમિતાભે બે વાર ગ્રેજ્યુએશન કર્યું.

તો ઍરફોર્સમાં હોત

તો ઍરફોર્સમાં હોત

2. તેઓ એરફોર્સમાં એંજીનિયર બનવા માંગતા હતાં.

ભુવન શોમ પ્રથમ ફિલ્મ

ભુવન શોમ પ્રથમ ફિલ્મ

3. તેમની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની નહિં, પણ મૃણાલ સેનની ભુવન શોમ હતી. તેમાં અમિતાભે પોતાનો અવાજ આપ્યો હતો.

પહેલો પગાર 500 રુપિયા

પહેલો પગાર 500 રુપિયા

4. તેમની પ્રથમ સૅલેરી 500 રુપિયા હતી.

પહેલી ગાડી સેકેંડ હૅન્ડ ફિયાટ

પહેલી ગાડી સેકેંડ હૅન્ડ ફિયાટ

5. સૌપ્રથમ અમિતાભે સેકેંડ હૅન્ડ ફિયાટ કાર ખરીદી હતી. તે પણ કલકત્તામાં.

બચ્ચન નહીં, શ્રીવાસ્તવ

બચ્ચન નહીં, શ્રીવાસ્તવ

6. તેમની સરનેમ શ્રીવાસ્તવ છે, પરંતુ તેમના પિતાએ પોતાનું ઉપનામ બચ્ચન રાખ્યું અને અમિતાભે તેમને જ ફૉલો કર્યાં.

ઇન્કલાબી

ઇન્કલાબી

7. તેમના પિતાએ પ્રથમ સરનેમ ઇન્કલાબી રાખી હતી. બાદમાં બચ્ચન કરી.

હાઇટ 74 ઇંચ

હાઇટ 74 ઇંચ

8. તેમની હાઇટ 74 ઇંચ છે કે જે બૉલીવુડના ટોચના કલાકારોમાં સૌથી વધુ છે.

શિપિંગ કમ્પનીમાં એક્ઝીક્યુટિવ

શિપિંગ કમ્પનીમાં એક્ઝીક્યુટિવ

9. બિગ બીએ કલકત્તામાં શિપિંગ કંપનીમાં એક એક્ઝીક્યુટિવ તરીકે કામ કર્યુ હતું.

ઇંદિરાની ભલામણ

ઇંદિરાની ભલામણ

10. ઇન્દિરા ગાંધીએ કહેતાં સુનીલ દત્તે બિગ બીને રેશ્મા ઔર શેરા માટે સાઇન કર્યાં.

કલ્યાણજી-આણંદજીએ કરી મદદ

કલ્યાણજી-આણંદજીએ કરી મદદ

11. કલ્યાણજી-આણંદજીએ અમિતાભના સંઘર્ષપૂર્ણ દિવસોમાં ઘણી મદદ કરી અને પ્રકાશ મહેરા સાથે મુલાકાત કરાવી.

કેટલીય રાતો બેંચો પર પસાર કરી

કેટલીય રાતો બેંચો પર પસાર કરી

12. સંઘર્ષ દરમિયાન અમિતાભે ઘણી રાતો મુંબઈના મરીન ડ્રાઇવના કિનારે બેંચો ઉપર વિતાવી. આજે પણ તે બેંચ જોઇ બિગ બી લાગણીશીલ બની જાય છે.

રેએ કર્યો અવાજનો ઉપયોગ

રેએ કર્યો અવાજનો ઉપયોગ

13. સત્યજીત રેએ અમિતાભના અવાજનો ઉપયોગ 1977માં ફિલ્મ શતરંજ કે ખિલાડીમાં કર્યો.

ઑલ ઇંડિયા રેડિયોએ અવાજ રિજેક્ટ કર્યો

ઑલ ઇંડિયા રેડિયોએ અવાજ રિજેક્ટ કર્યો

14. જે અવાજ ઉપર દુનિયા મરે છે, તે અવાજ ઑલ ઇન્ડિયા રેડિયોએ રિજેક્ટ કર્યો હતો. અમીન સયાનીએ તેમને રિજેક્ટ કર્યો હતો.

સાત હિન્દુસ્તાનીમાં અભિનેતા

સાત હિન્દુસ્તાનીમાં અભિનેતા

15. સાત હિન્દુસ્તાની તેમની અભિનેતા તરીકે પ્રથમ ફિલ્મ હતી.

પહેલુ મહેનતાણુ 1000 રુપિયા

પહેલુ મહેનતાણુ 1000 રુપિયા

16. બચ્ચનને પહેલી ફિલ્મ માટે માત્ર 1000 રુપિયા મળ્યા હતાં.

મહેમુદે ઘણું શીખવાડ્યું

મહેમુદે ઘણું શીખવાડ્યું

17. મહેમૂદના સાન્નિધ્યે અમિતાભે ઘણું શીખ્યું.

સતત 12 ફિલ્મો ફ્લૉપ

સતત 12 ફિલ્મો ફ્લૉપ

18. જંઝીર ફિલ્મ અગાઉ અમિતાભની 12 ફિલ્મો ફ્લૉપ થઈ હતી.

વીસ વખત વિજય

વીસ વખત વિજય

19. તેમનું ફેવરિટ નામ વિજય છે કે જે તેમણે 20 ફિલ્મોમાં ધારણ કર્યું.

જયા સાથે પહેલી મુલાકાત

જયા સાથે પહેલી મુલાકાત

20. જયા બચ્ચન સાથે પ્રથમ મુલાકાત ફિલ્મ ઇંસ્ટીટ્યૂટ પુણેમાં થઈ. બીજી વાર ગુડ્ડીના સેટે.

નાદિરાએ જોયો અમિતાભ-જયાનો રોમાંસ

નાદિરાએ જોયો અમિતાભ-જયાનો રોમાંસ

21. અમિતાભના લગ્ન 1973માં થયાં. અમિતાભ અને જયાને રોમાંસ કરતાં નાદિરાએ જોયા હતાં.

અમિતાભ-જયાની 30 ફિલ્મો

અમિતાભ-જયાની 30 ફિલ્મો

22. અમિતાભ-જયા એવા કપલ છે કે જેમની સૌથી વધુ 30 ફિલ્મો આવી છે.

દર વર્ષે એક જ્યુબિલી

દર વર્ષે એક જ્યુબિલી

23. અમિતાભ એકમાત્ર અભિનેતા છે કે જેમની વર્ષમાં કમ સે કમ એક જ્યુબિલી ફિલ્મ આવી.

સૌથી વધુ ડબલ રોલ

સૌથી વધુ ડબલ રોલ

24. સૌથી વધુ ડબલ રોલ કરનાર અભિનેતા બિગ બી છે. મહાનમાં ટ્રિપલ રોલ કર્યો હતો.

બેસ્ટ એક્ટર

બેસ્ટ એક્ટર

25. સૌથી વધુ વાર બેસ્ટ એક્ટર માટે નૉમિનેટ કરાઈ ચુક્યાં છે.

શશિની પ્રથમ પસંદગી

શશિની પ્રથમ પસંદગી

26. શશિ કપૂરની તેઓ પ્રથમ પસંદગી હતાં.

ઑનસ્ક્રીન માતા નિરૂપા

ઑનસ્ક્રીન માતા નિરૂપા

27. ફિલ્મ લાલ બાદશાહમાં નિરૂપા રૉય છેલ્લી વાર તેમના માતા બન્યાં.

અને બન્યા બિગ બી

અને બન્યા બિગ બી

28. મૃત્યુદાતા સાથે કમબૅક કર્યા બાદથી તેઓ બિગ બી તરીકે ઓળખાયા.

અફઘાનિસ્તાનમાં ખુદા ગવાહ

અફઘાનિસ્તાનમાં ખુદા ગવાહ

29. ખુદા ગવાહના શુટિંગ દરમિયાન અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ તેમને એરફોર્સની સુરક્ષા આપી હતી. અફઘાનિસ્તાનમાં સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ ખુદા ગવાહ જ છે.

વહીદા સૌથી સુંદર

વહીદા સૌથી સુંદર

30. બિગ બી આજે પણ માને છે કે વહીદા રહેમાન કરતાં સુંદર કોઈ અભિનેત્રી નથી.

મિસ્ટર ઇન્ડિયા અમિતાભ

મિસ્ટર ઇન્ડિયા અમિતાભ

31. સલીમ જાવેદે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ અમિતાભ સાથે બેસી લખી હતી.

પિતાની પ્રેરણા

પિતાની પ્રેરણા

32. રંગ બરસે ભીગે ચુનર... ગીત અમિતાભના પિતાએ લખ્યુ હતું અને બિગ બીએ ગાયુ હતું. અગ્નિપથની કવિતા પણ હરિવંશરાય બચ્ચનની છે.

રીમેકમાં હીરો-વિલન

રીમેકમાં હીરો-વિલન

33. અમિતાભ એકમાત્ર એવા સ્ટાર છે કે જેમણે પોતાની જ ફિલ્મની રીમેક બનાવી કે જેમાં તેઓ હીરો અને વિલન બંને બન્યાં.

વેજીટેરિયન

વેજીટેરિયન

34. અમિતાભ પ્યોર વેજીટેરિયન છે.

સવ્યસાચી

સવ્યસાચી

35. અમિતાભ સવ્યસાચી છે.

સુપ્રીમો અમિતાભ

સુપ્રીમો અમિતાભ

36. કૉમિક કૅરેક્ટર સુપ્રીમો તેમની ઉપર આધારિત છે.

અમિત એકાકી

અમિત એકાકી

37. જયા વારંવાર સાંભળે છે કે અમિતજી એકાકી છે.

તુષાદમાં બિગ બી

તુષાદમાં બિગ બી

38. એશિયાના પ્રથમ અભિનેતા છે કે જેમનું મીણનું પુતળું લંડનના મૅડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયું.

ઇજિપ્તમાં સન્માન

ઇજિપ્તમાં સન્માન

39. 2001માં અમિતાભ ઇજિપ્ત ખાતે સદીના મહાનાયક સન્માનથી નવાજાયાં.

સદીના મહાનાયક

સદીના મહાનાયક

40. બીબીસી ન્યુઝે પણ તેમને સદીના મહાનાયક ઠરાવ્યાં.

ફ્રેંચ નાગરિકત્વ

ફ્રેંચ નાગરિકત્વ

41. 2003માં ફ્રાંસના ડ્યુવિલે ટાઉને તેમને ઑનરરી સિટિઝનશિપ એટલે કે નાગરિકતાથી નવાજ્યાં.

હૉલીવુડથી મોટા

હૉલીવુડથી મોટા

42. બ્રુસ વિલિસે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન હૉલીવુડ સ્ટાર કરતાં પણ મોટાં છે.

પદ્મભૂષણ સન્માન

પદ્મભૂષણ સન્માન

43. 2001માં તેમને પદ્મભૂષણથી નવાજાયાં.

મોહબ્બતેંમાં અમિતાભ

મોહબ્બતેંમાં અમિતાભ

44. મોહબ્બતેં ફિલ્મ બનાવવા માટે યશ ચોપરાને અમિતાભે જણાવ્યુ હતું.

અસ્થમા

અસ્થમા

45. તેમને અસ્થમાની બીમારી છે.

મયાસ્થેનિયા ગ્રાવિસ

મયાસ્થેનિયા ગ્રાવિસ

46. તેમને મસલ્સ પેન રહે છે. આ બીમારીને મયાસ્થેનિયા ગ્રાવિસ કહે છે.

ખતરનાક સ્ટંટ

ખતરનાક સ્ટંટ

47. માંસપેશીઓની બીમારી છતાં બિગ બીએ અક્સ ફિલ્મ માટે 40 ફુટની ઊંચાઈથી સ્ટંટ કર્યું.

સતત પાંચ કલાક શૂટિંગ

સતત પાંચ કલાક શૂટિંગ

48. 31મી ઑક્ટોબર, 2006ના રોજ શૂટ આઉટ એટ લોખંડવાલા માટે અમિતાભે 5 કલાકમાં સતત 23 સીન કર્યાં. તે જોઈ લોકો દંગ રહી ગયાં.

શ્વેતા નંદા

શ્વેતા નંદા

49. તેમના પુત્રી શ્વેતાના લગ્ન નિખિલ નંદા સાથે થયાં. નંદાના માતા રાજ કપૂરના પુત્રી છે.

ઇટાલિયન માર્બલ

ઇટાલિયન માર્બલ

50. બિગ બીના ઘરે ઇટાલિયન માર્બલ લાગેલાં છે, જ્યારે બાથરૂમે ફ્રાંસ અને જર્મનીની બાથ ફિટિંગ્સ છે.

પ્રતીક્ષા-જલસા

પ્રતીક્ષા-જલસા

51. તેમના બંને બંગલાઓ પ્રતીક્ષા અને જલસાની કિંમત 170 કરોડ ઊપર છે.

જલસાની ભેંટ

જલસાની ભેંટ

52. જલસા અમિતાભને ભેંટમાં મળ્યો હતો.

ફેવરિટ સૂટ

ફેવરિટ સૂટ

53. અમિતાભનું ફેવરિટ સૂટ ગબ્બાના સ્ટાઇલ છે.

ઇટાલી-ઇંગ્લૅન્ડ-ફ્રાંસનું મિશ્રણ

ઇટાલી-ઇંગ્લૅન્ડ-ફ્રાંસનું મિશ્રણ

54. અમિતાભના ફેવરિટ સૂટનું કાપડ ઇટાલીથી આવ્યું. તેના બટન ઇંગ્લૅન્ડથી અને ધાગું ફ્રાંસથી આવ્યું.

ફૅવરિટ બ્રાન્ડ

ફૅવરિટ બ્રાન્ડ

55. તેમની ફેવરિટ બ્રાંડ ફ્રટેલી રોસેતી છે કે જેની કિંમત 35 હજારથી શરૂ થાય છે.

અગિયાર કારો

અગિયાર કારો

56. બિગ બી પાસે 11 કારો છે. તેમાં 1 લૅક્સેસ, 2 બીએમડબ્લ્યૂ અને 3 મસ્રિડીઝ છે.

ફૅવરિટ કાર લૅક્સસ

ફૅવરિટ કાર લૅક્સસ

57. તેમની ફેવરિટ કાર લૅક્સસ છે. તે બુલેટપ્રૂફ છે.

રેડિયલ ટાયર્સ

રેડિયલ ટાયર્સ

58. તેમની પાસે રેડિયલ ટાયર્સ વાળી કારો છે કે જે માત્ર ફાર્મ્યુલા વનમાં પ્રયોગ થાય છે.

બાળકોની સ્કૂલે નહોતા જતાં

બાળકોની સ્કૂલે નહોતા જતાં

59. જયારે તેઓ યુવાન હતાં, તેમના બાળકો શ્વેતા-અભિષેક તેમને સ્કૂલે નહોતા આવવા દેતાં, કારણ કે તેમને સૌ ઘેરી વળતા હતાં.

લાંગિન્સ ઘડિયાળ

લાંગિન્સ ઘડિયાળ

60. અમિતાભ બચ્ચનને ઘડિયાળ સંગ્રહનુ ઝનુન છે. તેમનું કહેવું છે કે તેઓ ક્યારેય ઘડિયાળો રિપૅર નથી કરાવતાં. તેમની મનપસંદ બ્રાંડ લાંગિન્સ છે કે જેની કિંમત 2 લાખ રુપિયા છે.

પેન સંગ્રહનો શોખ

પેન સંગ્રહનો શોખ

61. આ ઉપરાંત તેમને પેન સંગ્રહનો પણ શોખ છે. તેમની પાસે લગભગ 1000 પેનોનું કલેક્શન છે. મોંટ બ્લાંસ તેમને તેમના જન્મ દિવસે દર વર્ષે પેન ગિફ્ટ કરે છે.

સ્વિસ-લંડન મનપસંદ

સ્વિસ-લંડન મનપસંદ

62. અમિતાભ બચ્ચનને લંડન તેમજ સ્વિટ્ઝરલૅન્ડ ફરવું પસંદ છે.

લંડનમાં રોકાણ

લંડનમાં રોકાણ

63. લંડનમાં તેઓ સેંટ જેમ્સ કોર્ટે રોકાણ કરવું પસંદ કરે છે કે જે બર્કિંઘમથી માત્ર 5 મિનિટના અંતરે છે.

એડજગતના શહેંશાહ

એડજગતના શહેંશાહ

64. જાહેરાત કંપની વાળા 10 દિવસમાં 10 કરોડ આપે છે અને તેમના દ્વારા એક મિનિટમાં 7000 કમાવે છે.

નથી ગમતું બૉલીવુડ

નથી ગમતું બૉલીવુડ

65. તેમને બૉલીવુડ શબ્દથી નફરત છે કારણ કે તેનાથી માત્ર હિન્દી ફિલ્મ જગતની પ્રતીતિ થાય છે.

બેટી બી પણ રિજેક્ટ

બેટી બી પણ રિજેક્ટ

66. તેમને બેટી બી શબ્દથી પણ નફરત છે કે જે તેમના પૌત્રી આરાધ્યા માટે વપરાય છે. તેઓ પોતાની પૌત્રીને બિટિયા કહે છે જ્યારે જયા બચ્ચન આરાધ્યાને સ્ટ્રૉબેરી કહે છે.

ઓલિંપિક ટૉર્ચ

ઓલિંપિક ટૉર્ચ

67. 27મી જુલાઈ, 2012ના રોજ અમિતાભને લંડન ઓલિંપિકમાં ટૉર્ચ ઉપાડવાનો ગૌરવ પ્રાપ્ત થયો.

એકમાત્ર બ્લૅક એન્ડ વ્હાઇટ ફિલ્મ

એકમાત્ર બ્લૅક એન્ડ વ્હાઇટ ફિલ્મ

68. તેમની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની તેમની એકમાત્ર બ્લૅક એન્ડ વ્હાઇટ ફિલ્મ છે.

મિસ વર્લ્ડ સ્પર્ધાના જજ

મિસ વર્લ્ડ સ્પર્ધાના જજ

69. 1995માં તેઓ મિસ વર્લ્ડ પ્રતિયોગિતાના જજોમાંના એક હતાં

ઈજા પહેલા શૉટ

ઈજા પહેલા શૉટ

70. જ્યારે કુલીના સેટે પુનીત ઇસ્સારના પ્રહારથી તેઓ ઈજાગ્રસ્ત થયાં ત્યારે પણ તેઓ હૉસ્પિટલ જતા અગાઉ દુઃખાવો થવા છતાં પૂર્ણ શૉટ આપીને ગયા હતાં.

આજે પણ સક્રિય

આજે પણ સક્રિય

71. અને સૌથી મહત્વની બાબત એ છે કે અમિતાભ બચ્ચન 71 વર્ષના થવા છતા સક્રિય છે. એટલુ જ નહીં, તેનાથી વધુ આશ્ચર્યની બાબત એ છે કે તેઓ એક વખત કંગાળ જેવી હાલતમાં પહોંચી ગયા હતા અને તે પછી ઊભા થયા.

English summary
Bollywood star Amitabh Bachchan has turned 71. We bring to you 71 facts about him, which you perhaps do not know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X