ઠગ્ઝ ઓફ હિંદુસ્તાને ટ્રેલર રિલીઝ સાથે બનાવ્યા ધમાકેદાર રેકોર્ડ
આમિર ખાન અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ઠગ્ઝ ઓફ હિંદુસ્તાનનું ટ્રેલર 27 સપ્ટેમ્બરે રિલીઝ થયુ. અમુક લોકોને ટ્રેલર ખૂબ જ પસંદ પડ્યુ તો અમુક લોકોએ ફિલ્મને ખૂબ ટ્રોલ કરી. પરંતુ તમને જણાવી દઈએ કે માત્ર 24 કલાક માં ટ્રેલરે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે યુટ્યુબ પર 24 કલાકમાં બોલિવુડની સૌથી વધુ જોવાનાર અને લાઈક મેળવનાર ટ્રેલર બની ચૂક્યુ છે.
ઠગ્ઝ ઓફ હિંદુસ્તાને સોશિયલ મીડિયા પર સંજૂ અને બાહુબલિ 2 જેવી ફિલ્મોને પાછળ રાખી દીધી છે. બાહુબલિ 2 હિંદીને પહેલા 24 કલાકમાં 21.8 મિલિયન વાર જોવામાં આવી હતી. રણવીર કપૂરની સંજય દત્ત બાયોપિકને 19 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. જ્યારે ઠગ્ઝ ઓફ હિંદુસ્તાનને 22 મિલિયન વાર જોવામાં આવી છે.
આ પણ વાંચોઃ BIGG BOSS 12: ભજન સમ્રાટ અનુપ જલોટા ઘરમાંથી આઉટ, ચોંકાવનારો રિપોર્ટ!
આ ટોપ લિસ્ટમાં સલમાન ખાનની ટાઈગર ઝિંદા હે (13 મિલિયન), પદ્માવત (15 મિલિયન) અને સલમાનની રેસ 3 (18.5 મિલિયન) પણ શામેલ છે. દેખીતી રીતે જ ઠગ્ઝ ઓફ હિંદુસ્તાનનો ક્રેઝ લોકોના માથે ચડીને બોલી રહ્યો છે. ફિલ્મ દિવાળીના એક દિવસ બાદ, 8 નવેમ્બરે રિલીઝ થવાની છે. વિજય કૃષ્ણા આચાર્યના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વર્ષ 1975 ની કહાની કહે છે જ્યારે અંગ્રેજોએ ભારતમાં અડ્ડો જમાવી લીધી હતો. ટ્રેલરથી જોવા મળે છે ફિલ્મની ધમાકેદાર એક્શન અને બધા સ્ટાર્સનો અલગ અંદાજ. મોટા બજેટ અને મોટા સ્ટારકાસ્ટવાળી આ ફિલ્મ શરૂઆતથી જ સમાચારોમાં છવાયેલી છે. તે ભારતમાં સૌથી મોટી રિલીઝ હશે. ફિલ્મને તમિલ, તેલુગુ અને હિંદીમાં રિલીઝ કરવામાં આવશે. વળી એક સાથે ઘણા દેશોમાં રિલીઝ થશે.
આ પણ વાંચોઃ તૈમૂર અલી ખાનની નૈનીને દર મહિને મળે છે આટલા લાખ, જાણીને ચોંકી જશો