આમિર ખાનની દીકરી ઈરાએ ખોલ્યો રાઝ, જણાવ્યુ, ‘કોની સાથે રિલેશનશિપમાં છુ'
બોલિવુડની ઝાકમઝોળથી દૂર રહેતી અભિનેતા આમિર ખાનની દીકરી ઈરા ખાને પહેલી વાર સ્વીકાર કર્યો છે કે તે રિલેશનશિપમાં છે. ઈરા ખાને સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઈનસ્ટાગ્રામ પર કન્ફર્મ કર્યુ કે તે સંગીતકાર મિશાલ કૃપલાનીને ડેટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ બંનેના ડેટિંગના સમાચાર ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા હતા પરંતુ ઈરાએ પહેલી વાર પોતાની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ સમાચારની પુષ્ટિ કરી છે. ઈરા ખાન ઘણી વાર સોશિયલ મીડિયા પર મિશાલ કૃપલાની સાથે પોતાના ફોટા શેર કરતી રહે છે પરંતુ તેમણે ક્યારેય પોતાના રિલેશનશિપ વિશે કંઈ કહ્યુ નથી.
આ પણ વાંચોઃ Video: ઢીંચણમાં ઈજા છતાં પ્રિયંકા ચોપડાએ કર્યો ધમાકેદાર ડાંસ, ફેન્સને છૂટ્યો પરસેવો

ફેનના સવાલના જવાબમાં શેર કર્યો ફોટો
ઈનસ્ટાગ્રામ પર Ask Me Anything (મને કંઈ પણ પૂછો) સેશન દરમિયાન ઈરા ખાનને તેમના એક ફેનને પૂછ્યુ કે શું તે કોઈ રિલેશનશિપમાં છે? આ સવાલના જવાબમાં ઈરાએ એક ફોટો પોસ્ટ કર્યો જેમાં તે મિશાલને ગળે મળતી જોવા મળી રહી છે. ઈરાએ પોતાના ફોટામાં મિશાલને ટેગ પણ કર્યો. આવુ પહેલી વાર નથી જ્યારે ઈરાએ મિશાલ સાથે કોઈ ફોટો પોસ્ટ કર્યો છે. બંને ઘણીવાર એકબીજા સાથે રોમેન્ટિક ફોટો શેર કરે છે. આ પહેલા હાલમાં જ ઈરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં મિશાલ ગીત ગઈ રહ્યા હતા. ઈરાએ આ પોસ્ટમાં લખ્યુ, ‘હું દર બે અઠવાડિયે તમારા ગીતો જોઉ છુ અને આનાથી મારો દિવસ બની જાય છે.'

બંને ઘણીવાર શેર કરે છે રોમેન્ટિક ફોટા
આ રીતે મિશાલ કૃપલાની પણ ઈરા સાથેના પોતાના ફોટા શેર કરતા રહે છે. ઈરાના જન્મદિવસે મિશાલે આ રીતે તેને વિશ કર્યુ હતુ કે ઘણા લોકોના દિલ મચલી ગયા હતા. મિશાલે લખ્યુ હતુ, ‘હેપ્પી બર્થડે બેબ. તુ સિમ્પલ છે. તુ એક જન્મદિન પોસ્ટથી પણ ખુશ થઈ જાય છે. પોતાના જન્મદિવસ પર હું તારી સાથે નેટફ્લિક્સ જોવા ઈચ્છુ છુ.. બસ લગભહ 140 મિલિયન કલાક...' તમને જણાવી દઈએ કે ઈરા ખાન, આમિર ખાન અને રીના દત્તાની નાની દીકરી છે અને તે ઘણી વાર આમિર સાથે જોવા મળે છે. આ પહેલા કૉફી વિથ કરણમાં આમિરે ખુલાસો કર્યો હતો કે તેમના બાળકો જુનેદ અને ઈરા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા પોતાનુ કેરિયર બનાવવા ઈચ્છે છે. આમિર ખાને જણાવ્યુ કે તેમની દીકરો જુનેદ અભિનેતા બનવા ઈચ્છે છે જ્યારે ઈરાની પહેલી પસંદ ફિલ્મો બનાવવામાં છે.

‘પછી હું સપોર્ટ નહિ કરુ...'
આમિર ખાને કૉફી વિથ કરણમાં જણાવ્યુ, ‘જ્યારે જુનેદે કહ્યુ કે તે એક અભિનેતા બનવા ઈચ્છે છે તો સૌથી પહેલી વાત જે મે તેને કહી કે જો, તારે તારા દિલની વાત સાંભળવી જોઈએ અને પોતાના જીવનમાં એ જ કરવુ જોઈએ જે તુ કરવા ઈચ્છે છે. પરંતુ... એક અભિનેતા તરીકે જ્યારે તમારા માટે પોતાનુ પહેલુ પગલુ ઉઠાવવાનો મોકો આવે છે અને મને લાગે કે તમે એ ભૂમિકામાં બહુ સારા નથી તો હું તમારા મોઢા પર જ કહીશ કે તમને સપોર્ટ કરવા માટે હું કંઈ નહિ કરુ. આવુ એટલા માટે કારણકે આ ફિલ્મ અને દર્શકો, બંને માટે ઠીક નહિ હોય. જો તમારી અંદર ટેલેન્ટ છે તમને બહુ મોકા મળશે.એ મોકો ભલે મારાથી મળે કે કોઈ બીજાથી મળે. ઈરાની બાબતમાં પણ હું એ જ કહીશુ. મને બરાબર ખબર નથી કે એના મનમાં શું છે પરંતુ મને એવુ લાગે છે કે તેને સિનેમા અને ફિલ્મ નિર્માણની દુનિયા પસંદ છે. તો કદાચ આ એ જ જગ્યા છે કે જયાં તે જવા ઈચ્છશે, બાકી મને નથી ખબર.'