For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા જ દિવસે ધૂમ 3 આગળ ઘુંટણીએ થઈ ચેન્નઈ એક્સપ્રેસ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 ડિસેમ્બર : વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3એ પહેલા જ દિવસે ઘરેલુ સિનેમા ઘરોમાં ઐતિહાસિક ઓપનિંગ કરી છે. બિઝનેસ પન્ડિતોના જણાવ્યા મુજબ ફિલ્મે પહેલા જ દિવસે 35 કરોડ કરતા વધુનો બિઝનેસ કરી લીધો છે. શુક્રવારે 4500 સ્ક્રીન્સ ઉપર રિલીઝ થયેલી ધૂમ 3 ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ અને તામિળમાં પણ બની છે અને તેણે જોરદાર ઓપનિંગ કર્યું છે.

dhoom-3
ફરી એક વાર આમિર ખાન મેનિયા લોકોના માથે ચડી પોકાર્યો અને ફિલ્મની એડવાન્સ બુકિંગે જ ફિલ્મને પ્રથમ દિવસે જોરદાન ઓપનિંગ આપ્યું છે કે જે પોતાની જાતમાં ખૂબ જ ઉત્તમ બાબત છે. આશ્ચર્યની વાત એ છે કે ધૂમ 3 ફિલ્મે પોતાના પ્રથમ કલેક્શનમાં જ શાહરુખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના કલેક્શનને બીટ કર્યું છે. શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસે પહેલા દિવસે 33.12 કરોડ રુપિયાની કમાણી કરીત હતી, પરંતુ પહેલા જ દિવસે ધૂમ 3 આગળ ચેન્નઈ એક્સપ્રેસ ઘુંટણીએ થઈ ગઈ.

ધૂમ 3 ફિલ્મનું ફીડબૅક પણ ખૂબ સારૂ છે, પરંતુ અત્યારથી ફિલ્મ વિશે કંઇક કહેવું વધુ પડતું ગણાશે, પરંતુ જે રીતે તેની ઓપનિંગ થઈ છે, તે જોતા લાગે છે કે ધૂમ 3 વર્ષ 2013ના તમામ રેકૉર્ડ ભાંગી પાડશે. ગઈકાલે રિલીઝ થયેલી ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત કૅટરીના કૈફ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે. આદિત્ય ચોપરા નિર્મિત ફિલ્મ ધૂમ 3ના દિગ્દર્શક વિષ્ણુ આચાર્ય છે.

English summary
Aamir Khan's Dhoom 3 Gets Overwhelming Response At Box Office.Trade experts predict that it is really historic opening for Dhoom 3, which will definitely set new record in the Indian cinema.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X