• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બૉમ્બે ટૉકીઝમાં આમિર ખાન દેખાશે બ્લૅક એન્ડ વ્હાઇટ

|

મુંબઈ, 7 એપ્રિલ : ઝોયા અખ્તર, કરણ જૌહર, અનુરાગ કશ્યપ તથા દિબાકર બૅનર્જી જેવા મોટા-મોટા દિગ્દર્શકોની લઘુકથાઓ પર આધારિત બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં અનેક કલાકારો બાદ હવે આમિર ખાન અને તેમના ભત્રીજા ઇમરાન ખાન પણ હોવાના સમાચાર મળી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ આમિર ખાન બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં સિગાર પીતાં દેખાશે. તેમની ઉપર એક ગીત પણ શૂટ કરાઈ રહ્યું છે અને તેમનો લુક બ્લૅક એન્ડ વ્હાઇટ રખાયો છે. આમિર ખાનની બૉમ્બે ટૉકીઝ ફિલ્મની બ્લૅક એન્ડ વ્હાઇટ તસવીરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર નાંખી દેવામાં આવી છે.

નોંધનીય છે કે ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે બૉલીવુડના આ ચારે જાણીતાં દિગ્દર્શકો કરણ જૌહર, ઝોયા અખ્તર, દિબાકર બૅનર્જી તથા અનુરાગ કશ્યપે મળી ચાર લઘુકથાઓ આવરી લેતી એક ફિલ્મ બનાવી રહ્યાં છે અને તેનું શીર્ષક છે બૉમ્બે ટૉકીઝ રખાયું છે.

અત્યાર સુધી અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, રાણી મુખર્જી, કૅટરીના કૈફ, નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારો બૉમ્બે ટૉકીઝમાં હોવાના અહેવાલો આવી ચુક્યાં છે.

English summary
Bombay Talkies directed by Karan Johar, Joya Akhtar, Anurag Kashyup and Dibakar Bannerjee will also star Aamir Khan. Aamir Khan's stills are published in Social Networking sites. Aamir Khan was shown in black and white gesture with sigar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X