For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યા બાદ આમિર ખાનઃ ‘મ્હારી છોરિયાં છોરો સે કમ હે કે'

આમિર ખાને પોતાના ફિલ્મી અંદાજમાં વિનેશને અભિનંદન પાઠવ્યા અને કહ્યુ કે મ્હારી છોરિયા છોરો સે કમ હે કે.

|
Google Oneindia Gujarati News

વિનેશ ફોગાટે એક ઈતિહાસ રચી દીધો છે અને આની શરૂઆત ત્યારે થઈ જ્યારે તે પહેલી એવી મહિલા રેસલર બની કે જે દેશ માટે ગોલ્ડ મેડલ લાવી હોય. તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સના 50 કિલોગ્રામ ફાઈટમાં તેણે પહેલી વાર ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યુ છે. આ પહેલા પણ ફોગાટ પરિવારનું નામ સામે આવી ચૂક્યુ છે.

વિનેશને અભિનંદન

વિનેશને અભિનંદન

તમને જણાવી દઈએ કે આ ખિતાબ જીત્યા બાદ વિનેશને સતત અભિનંદન મળી રહ્યા છે અને આમિર ખાન પણ આના માટે પાછળ નથી. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ કીર્તિમાન માટે વિનેશને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. નરેન્દ્ર મોદી લખે છે કે વધુ એક ટુર્નામેન્ટ અને વધુ એક મેડલ. આ સાથે જ તે વિનેશને અભિનંદન આપે છે.

આ પણ વાંચોઃ નવેમ્બરમાં આ દિવસે સાત ફેરા ફરશે દીપિકા પાદુકોણ-રણવીર સિંહઆ પણ વાંચોઃ નવેમ્બરમાં આ દિવસે સાત ફેરા ફરશે દીપિકા પાદુકોણ-રણવીર સિંહ

મ્હારી છોરિયા છોરો સે કમ હે કે

આમિર ખાને પોતાના ફિલ્મી અંદાજમાં વિનેશને અભિનંદન પાઠવ્યા અને કહ્યુ કે મ્હારી છોરિયા છોરો સે કમ હે કે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દંગલનો ડાયલોગ છે. આમિર ખાને લખ્યુ છે કે વિનેશ તમને ખૂબ ખૂબ મુબારકબાદ કે તમે એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ લાવ્યા છો. તમને મારી અને આખી દંગલ ટીમ તરફથી મુબારકબાદ.

3 કરોડ રૂપિયા અને સરકારી નોકરી

3 કરોડ રૂપિયા અને સરકારી નોકરી

આ જીત બાદ વિનેશની ચારે તરફથી પ્રશંસા થઈ રહી છે અને હરિયાણા સરકાર પણ ઘણી ખુશ છે. હરિયાણા સરકારે એલાન કર્યુ છે કે તે વિનેશને 3 કરોડ રૂપિયા અને સરકારી નોકરી પણ આપશે. આ ઉપરાંત પણ ઘણી મોટી મોટી હસ્તીઓએ વિનેશને મેડલ માટે અભિનંદન આપ્યા છે અને આને ગર્વની વાત ગણાવી છે. વિનેશ આ પ્રસંગે ખૂબ ખુશ છે. આ સમયનો તે ઘણી આતુરતાથી રાહ જોઈ રહી હતી.

આ પણ વાંચોઃ આટલી બોલ્ડ છે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા, જુઓ વાયરલ Picsઆ પણ વાંચોઃ આટલી બોલ્ડ છે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા, જુઓ વાયરલ Pics

English summary
Aamir khan reaction on Vinesh phogat won the gold medal. he said the diolouge of Dangal that ‘Mhaari chhoriyan chhoron se kam hai ke'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X