• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આમિર ખાનની દીકરી ઈરા ખાનના ફોટા વાયરલ, રૂમર્ડ બૉયફ્રેન્ડ નુપૂર સાથે ફરીથી દેખાઈ!

By Desk
|

સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઈરા ખાન ઘણીવાર કોઈને કોઈ મામલે ચર્ચામાં રહે છે. જો કે તેણે હજુ સુધી કોઈ પણ ફિલ્મમાં કામ કર્યુ નથી પરંતુ તે કોઈ સ્ટારથી કમ ચર્ચામાં નથી રહેતી. હાલમાં જે સમાચાર માટે તે ચર્ચામાં છે તે તમને ચોંકાવવાના છે. વાસ્તવમાં તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેનો રુમર્ડ બૉયફ્રેન્ડ નૂપુર શિખરે પણ જોવા મળી રહ્યો છે. જેવો આ ફોટો સામે આવ્યો એવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના પર કમેન્ટ કરી રહ્યા છે.

વાસ્તવમાં ઈરા ખાને અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા કે જે તેના કઝિન ઈરા જયનના લગ્નના છે. તેના લગ્નની ઘણી રસમોના ફોટા આમાં દેખાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે ઈરાનો ભાઈ અને રુમર્ડ બૉયફ્રેન્ડ એક જ જેવા આઉટફીટમાં દેખાઈ રહ્યા છે.

ખુશ દેખાઈ રહી છે ઈરા ખાન

ખુશ દેખાઈ રહી છે ઈરા ખાન

આ ફોટામાં ઈરા ખાન ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. બસ આ જ કારણ છે કે બંને વિશે ફરીથી એક વાર સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે અને લોકોનુ માનવુ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે આ પહેલી વાર નથી જ્યારે ઈરા ખાન અને નુપુરને એક સાથે કોઈ જગ્યાએ જોવામાં આવ્યા હોય. આવુ પહેલા પણ થતુ આવ્યુ છે.

ફોટોશૂટ કરાવ્યુ

ફોટોશૂટ કરાવ્યુ

ઈરા ખાન આ ઉપરાંત પોતાના બોલ્ડ ફોટા માટે થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી અને તેણે ફોટોશૂટ કરાવ્યુ હતુ. ત્યારબાદ એ સમાચાર સામે આવ્યા કે ઈરા ખાન જલ્દી પોતાના અભિનય કરિયરની શરૂઆત કોઈ ધમાકેદાર ફિલ્મથી કરવાની છે. ત્યારબાદ તેના આવા ફોટા સામે આવવા બંધ થઈ ગયા હતા.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

એક સ્ટારકિડની વાત કરીએ તો તેની ફેન ફોલોઈંગ ખૂબ શાનદાર છે અને લોકો તેના ફોટાને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરે છે. ઈરા ખાન પોતાના પિતા આમિર ખાન સાથે પણ પોઝ આપતી ઘણી વાર જોવા મળે છે. બંને વચ્ચે ઘણો સારો સંબંધ છે.

અનીતા હંસનંદાનીએ આપ્યો દીકરાને જન્મ, પતિએ શેર કર્યો ફોટોઅનીતા હંસનંદાનીએ આપ્યો દીકરાને જન્મ, પતિએ શેર કર્યો ફોટો

English summary
Aamir Khan's daughter Ira khan's photo with her rumored boyfriend Nupur shikhare goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X