ડિપ્રેશન સામે લડી રહેલી દીકરી ઈરા ખાન સાથે ક્વૉલિટી ટાઈમ વીતાવી રહ્યા છે આમિર ખાન
મુંબઈઃ થોડા દિવસ પહેલા જ આમિર ખાનની દીકરી ઈરા ખાને પોતાના ડિપ્રેશનમાં હોવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. એટલુ જ નહિ તેના થોડા દિવસો બાદ ઈરા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને જણાવ્યુ હતુ કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તે યૌન શોષણનો શિકાર બની હતી. દીકરી ઈરા ખાનના સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાયા બાદ પપ્પા આમિર ખાન પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને ઈરા સાથે ક્વૉલિટી ટાઈમ વીતાવી રહ્યા છે. એટલુ જ નહિ દીકરીને ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે સૂચનો પણ આપી રહ્યા છે.

દીકરીને ડિપ્રેશનમાંથી નીકળવા માટે પપ્પા આમિર કરી રહ્યા છે આ ઉપાય
તમને જણાવી દઈએ કે કોરોના બાદ મુંબઈમાં હાલમાં થિયેટરોને 50 ટકા ઑક્યુપેન્સી સાથે ખોલવામાં આવ્યા. અભિનેતા મનોજ બાજપેયી અને દિલજીત દોસાંઝ અને ફાતિમા સના શેખની ફિલ્મ સૂરજ પર મંગળ ભારી ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મને જોવા માટે આમિર ખાન પોતાની દીકરી ઈરા સાથે પહોંચ્યા. આ દરમિયાન આમિર ખાન દીકરી ઈરા સાથે સમય વીતાવતા દેખાયા. બંનેએ મીડિયા સામે એક સાથે ઘણા પોઝ આપ્યા. ઈરા પોતાના પપ્પા સાથે ખૂબ ખુશ દેખાઈ. વળી, આમિરે મીડિયાને કહ્યુ કે લાંબા અરસા બાદ હું બિગ સ્ક્રીન પર ફિલ્મ જોવાની મઝા લેવા ગયો.

ઈરા ખાને થોડા દિવસ પહેલા કર્યો હતો આ ખુલાસો
તમને જણાવી દઈએ કે ઈરા અને આમિરને ત્યારે જોવામા આવ્યા છે જ્યારે ઈરા ખાને થોડા દિવસ પહેલા જ ક્લીનિકલ ડિપ્રેશનમાં હોવાની વાત કહી હતી. મુંબઈના પીવીઆર સિનેમામાં આમિર ખાને ઈરા ખાન સાથે ફિલ્મ જોઈ. ઈરા ખાને જણાવ્યુ હતુ કે તે ડિપ્રેશન સામે લડી રહી છે. જેનો એક વીડિયો પણ ઈરાએ થોડા દિવસ પહેલા શેર કર્યો હતો અને પોતાની મેન્ટલ હેલ્થ પર વાત કરી હતી.

શું માતાપિતાના ડિવોર્સના કારણે ઈરાને થયુ ડિપ્રેશન
રીના દત્તા અને આમિર ખાનની દીકરીએ જણાવ્યુ હતુ કે છેલ્લા ચાર વર્ષથી ડિપ્રેશન સામે લડી રહીછે. ઈરાના ડિપ્રેશનના સમાચાર આવ્યા બાદ ફેન્સે એ કહેવાનુ શરૂ કરી દીધુ હતુ કે રીના દત્તા અને પિતા આમિર ખાન વચ્ચે ડિવોર્સના કારણે ઈરાને આ ડિપ્રેશન થયુપરંતુ થોડા સમય પહેલા ઈરા ખાને આ અટકળો પર વિરામ લગાવીને કહ્યુ હતુ કે આ ડિપ્રેશન મારા મમ્મી પપ્પાના ડિવોર્સના કારણે નથી. તેણે એ પણ જણાવ્યુ હતુ કે જ્યારે તેમની વચ્ચે ડિવોર્સ થયા ત્યારે તે ખૂબ નાની હતી. ઈરા ખાને એ કહ્યુ હતુ કે તેને પોતાને ખબર નથી કે તેને ડિપ્રેશન કેવી રીતે થયુ.

આમિર ખાને દીકરી ઈરાને આપ્યા આ સૂચન
ઈરા ખાને પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે હવે પહેલાથી ઘણુ સારુ અનુભવી રહી છે. ઈરા ખાને કહ્યુ પપ્પા આમિર ખાન તેની સાથે સમય વીતાવી રહ્યા છે તો તે જલ્દી આ ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકશે. ઈરા ખાને પપ્પા આમિરને પોતાના ડિપ્રેશન વિશે જણાવ્યુ હતુ. ઈરાએ જ્યારે પોતાના પેરેન્ટ્સને ડિપ્રેશનમાં હોવાની વાત જણાવી ત્યારે તેમણે સૂચન આપ્યા કે બહુ બિઝી ના રહો, ખુદને પણ સમય આપો. ધીમે ધીમે કામ કરો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનુ ટાળો. આમિર ખાન હાલમાં ઈરા સાથે જ્યારે પણ મોકો મળે ત્યારે તેને મળવા પહોંચી જાય છે અને દીકરીને હેલ્થ અપડેટ લેતા રહે છે.
'ગુપકર ગેંગ' પર અબ્દુલ્લાઃ અમિત શાહે મારો ઈતિહાસ નથી વાંચ્યો