For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્યમેવ જયતે : ‘આમ’ માટે અમેરિકા પહોંચ્યા આમિર

|
Google Oneindia Gujarati News

aamir-khan
મુંબઈ, 28 ઑક્ટોબર : બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અમેરિકા પહોંચી ગયાં છે. તેમને આજે તેમના ચર્ચિત ટેલીવિઝન શો સત્યમેવ જયતે માટે પ્રતિષ્ઠિત ઍવૉર્ડ અમેરિકા એબ્રૉડ મીડિયા એટલે કે આમ વડે સન્માનવમાં આવશે. આમિર સાથે જ ઑસ્કાર વિજેતા મહિલા દિગ્દર્શક કૅથરીન બિગ્લોની પણ આ ઍવૉર્ડ માટે પસંદગી કરાઈ છે.

આમ ઍવૉર્ડ માટે આમિરની પસંદગીનો સીધો મતલબ છે કે આમિર ખાનની ધૂમ ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ થઈ રહી છે. આમિર ખાન આજકાલ પોતાની આવનાર ફિલ્મ ધૂમ 3 અંગે ચર્ચામાં છે કે જેમાં તેઓ વિલનનો રોલ કરી રહ્યાં છે. ફિલ્મના હીરો અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા છે, તો કૅટરીના કૈફ હીરોઇન છે.

આમિર ખાનનો શો સત્યમેવ જયતે ભારતમાં પણ બહુ લોકપ્રિય થયો હતો અને તેથી જ આ શો માટે આમિર ખાનની આમ ઍવૉર્ડ માટે પસંદગી કરાઈ છે. આમિર ખાન ગઈકાલે રાત્રે મુંબઈથી વૉશિંગ્ટન ડીસી જવા રવાના થયા છે. આજે અમેરિકા ખાતે તેમને આ ઍવૉર્ડ આપવામાં આવશે.

English summary
Bollywood actor Aamir Khan leaves for US to receive the America Abroad Media (AAM) honor, which will give him for his show Satyamev Jayate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X