• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ તે કેવી ‘તલાશ’ છે આમિર ખાનની : પ્રિવ્યૂ

|

નિર્માતા - રીતેશ સિધવાણી, આમિર ખાન, ફરહાન અખ્તર

દિગ્દર્શક - રીમા કાગતી

કલાકારો - આમિર ખાન, કરીના કપૂર, રાણી મુખર્જી

સંગીત - રામ સમ્પત

દર વરસની જેમ આ વર્ષે પણ આમિર ખાન પોતાની એકની એક અને ચર્ચાઓથી ઘેયારેલી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. આવતીકાલે એટલે કે 30મી નવેમ્બરના રોજ લાંબા ઇંતેજાર બાદ આમિર ખાનની ફિલ્મ તલાશ રિલીઝ થશે. તલાશ ફિલ્મ ગત વર્ષથી જ સમાચારોમાં હતી, કારણ કે આ ફિલ્મ ઑક્ટોબર-2011માં રિલીઝ થનાર હતી, પરંતુ પછી રિલીઝ 1લી જૂન, 2012 સુધી ટાળી દેવાઈ. જોકે આમિર ખાનના ટેલીવિઝન ડેબ્યુટ સત્યમેવ જયતેના પગલે ફરી એક વાર ફિલ્મની રિલીઝ ટળાઈ અને આખરે આવતીકાલે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

વાર્તા - ફિલ્મની વાર્તા શરૂ થાય છે એક પોલીસ ઇંસ્પેક્ટર સુરજન સિંહ શેખાવત (આમિર ખાન)થી કે જે ખૂબ જ ઈમાનદાર પોલીસ ઇંસ્પેક્ટર છે. શેખાવત પાસે એક મર્ડર કેસ આવે છે અને તે આ કેસમાં એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે તેનું લગ્નજીવન પણ આ કેસના ઘેરામાં આવી જાય છે. આ કેસની તપાસ દરમિયાન તેની મુલાકાત રોઝી (કરીના કપૂર) સાથે થાય છે કે જે શેખાવત ને કહે છે કે તે આ કેસમાં તેની ખૂબ મદદ કરી શકે છે. શેખાવતના જવનમાં રોઝી આવતાં તેની પત્ની (રાણી મુખર્જી) પોતાને એકલવાયી અનુભવવા લાગે છે અને શેખાવત તથા રોઝી વચ્ચે વધતી નિકટતાથી તે ખૂબ પરેશાન રહે છે. શેખાવતનું અંગત જીવન આ કેસના પગલે ખૂબ જ તંગ તઈજાય છે. આ કેસ તેના જીવનમાં દરેક વસ્તુ કરતાં વધુ મહત્વનો થઈ જાય છે.

હવે આ કેસ શું છે? આ કેસનો શેખાવત સાથે શો સંબંધ છે? રોઝી અને શેખાવતના સંબંધો શેખાવતના લગ્નજીવનને કયા વળાંકે લાવી મુકે છે? અને ફિલ્મમાં વિલન કોણ છે? આમ તમામ પ્રશ્નોનો જવાબ જાણવા આવતીકાલની રાહ જોવી પડશે.

આવો તલાશ સાથે જોડાયેલી કેટલીક વધુ બાબતો માટે જોઇએ આ તસવીરો.

રાણી-કરીના-આમિર

રાણી-કરીના-આમિર

તલાશ ફિલ્મમાં પહેલી વાર રાણી મુખર્જી, કરીના કપૂર અને આમિર ખાન એક સાથે નજરે પડશે. આમ તો ફિલ્મમાં એવું કોઈ સીન નહોતું કે જેમાં ત્રણે કલાકારો એક સાથે દેખાય, પરંતુ આમિરે ત્રણે કલાકારો સાથે એક ફોટોશુટ કરવા માટે એક સ્પેશિયલ ગીતનું શુટિંગ કરાવ્યું.

તલાશ અને કહાની એક સરખી

તલાશ અને કહાની એક સરખી

તલાશ ફિલ્મની રિલીઝ મોડી પડવા પાછળનું કારણ જણાવાયું કે તલાશ ફિલ્મ સુજૉય ઘોષની ફિલ્મ કહાની સાથે કેટલાંક અંશે મળતી આવતી હતી. તેથી બંને ફિલ્મોની રિલીઝ વચ્ચે થોડોક અંતર જરૂરી હતો.

તલાશે રિલીઝ અગાઉ જ 130 કરોડ કમાવ્યાં

તલાશે રિલીઝ અગાઉ જ 130 કરોડ કમાવ્યાં

તલાશ ફિલ્મને આમિર ખાને માત્ર 40 કરોડમાં તૈયાર કરી છે, પરંતુ બૉક્સ ઑફિસ રિપોર્ટ મુજબ ફિલ્મના એડવાંસ બુકિંગના પગલે અત્યાર સુધી ફિલ્મે પૂરા 130 કરોડ કમાવી લીધાં છે.

તલાશનું ક્લાઇમેક્સ

તલાશનું ક્લાઇમેક્સ

કોઈ પણ ફિલ્મની રિલીઝ પહેલા ફિલ્મના ક્લાઇમેક્સ અંગે અફવાઓ ઉડવી સામાન્ય બાબત છે, પરંતુ તલાશ ફિલ્મ અંગે ફેલાવાયેલ આ અફવાઓથી આમિર ખાનથી લઈ રીમા કાગતી સુદ્ધા ખૂબ પરેશાન છે. આ અફવાઓ મુજબ ફિલ્મના હીરો અને વિલન એક જ છે એટલે કે આમિર ખાન.

તલાશના પ્રમોશનમાં વ્યસ્ત આમિર ખાન

તલાશના પ્રમોશનમાં વ્યસ્ત આમિર ખાન

આમિર ખાને ફિલ્મના પ્રમોશન માટે અનેક શહેરોમાં જઈ લોકો સાથે ફિલ્મ અંગે વાત કરી અને સાથે ફિલ્મ જોવાનો આગ્રહ પણ કર્યો.

રાણી મુખર્જીના ફેવરિટ આમિર ખાન

રાણી મુખર્જીના ફેવરિટ આમિર ખાન

આમિર ખાને તાજેતરમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન રાણીને કહ્યું કે તેઓ બિંદાસ્ત કહી શકે છે કે આમિર ખાન તેમને શાહરુખ અને સલમાન કરતાં વધુ પસંદ છે. નોંધનીય છે કે રાણીએ પોતાના કૅરિયની શરુઆત આમિર ખાન સાથે ફિલ્મ ગુલામથી કરી હતી.

કરીના કપૂર ફરી એક વાર કૉલ ગર્લ

કરીના કપૂર ફરી એક વાર કૉલ ગર્લ

કરીના કપૂર ફિલ્મ ચમેલીમાં એક વેશ્યાના રોલમાં નજરે પડ્યા હતાં. તલાશ ફિલ્મમાં પણ કરીના એક કૉલ ગર્લની ભૂમિકામાં છે, પરંતુ કરીનાનું કહેવું છે કે તેમના બંને પાત્રો એક-બીજા કરતાં એકદમ જુદા છે.

English summary
Talaash Film is all set to hit the screens on 30th November. Before its release Talaash has collected 130 crores through its advance booking. Talaash is the Aamir Khan's most awaited movie of this year. Kareena Kpaoor and Rani Mukherjee also playing lead role in the movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more