• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાહ ક્યા બાત હૈ : આરાધ્યા તો અત્યારથી જ આમિરની ફૅન નિકળી!

|

મુંબઈ, 1 નવેમ્બર : સાંભળતા વિચિત્ર લાગશે, પણ આ સાચુ છે કે બૉલીવુડની સૌથી ચર્ચિત સેલિબ્રિટી એટલે આરાધ્યા અત્યારથી જ અભિનેતા આમિર ખાનની ફૅન છે. આગામી 16મી નવેમ્બરે આરાધ્યા હજી તો બે વર્ષની થશે. આ બાબતનો ખુલાસો પિતા અભિષેક બચ્ચને જ કર્યો છે કે જેઓ આમિર ખાન સાથે ધૂમ 3 ફિલ્મમાં નજરે પડવાના છે.

અભિષેકે જણાવ્યું - મને યાદ છે કે ધૂમ 3ના શૂટિંગ વખતે સેટ પર આરાધ્યા તથા આમિરનો પુત્ર આઝાદ આવતા હતાં. એક દિવસ તો આમિર ખાન અને આરાધ્યાએ આખી સાંજ સાથે વિતાવી. બંને સાથે બહુ મસ્ત લાગતા હતાં. આરાધ્યાને આમિર બહુ સારા લાગ્યાં. તેથી તે હવે તેમની સારી મિત્ર બની ગઈ છે.

નોંધનીય છે કે યશ રાજની ધૂમ 3 ફિલ્મ આગામી 20મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત ઉદય ચોપરા, કૅટરીના કૈફ તથા અભિષેક બચ્ચન લીડ રોમલાં છે. આમિર ખાન ડબલ રોલમાં છે. તેઓ પહેલી વાર નેગેટિવ રોલ પ્લે કર રહી રહ્યાં છે, તો અભિષેક-આમિર પહેલી વાર સાથે નજરે પડવાના છે. અહીં મહત્વની વાત એ પણ છે કે આરાધ્યાના માતા ઐશ્વર્યા રાય અને આમિર ખાન ક્યારેય પડદા ઉપર સાથે નથી દેખાયાં. જોકે ઐશે અભિનયના પ્રારંભિક તબક્કે આમિર ખાન સાથે પેપ્સીની એડ કરી હતી.

English summary
Actor Abhishek Bachchan says his one-and half-year-old daughter Aaradhya got pally with co-star Aamir Khan while they were shooting for 'Dhoom 3' in Chicago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X