• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આરાધ્યા અને ઐશે બચ્ચન પરિવાર માટે ‘ખાસ’ બનાવ્યો નવેમ્બર

|

મુંબઈ, 1 નવેમ્બર : બૉલીવુડ સુંદરી ઐશ્વર્યા રાયનો આજે જન્મ દિવસ છે. ઐશ્વર્યા રાયનો આજનો જન્મ દિવસ ખાસ બની જાય છે, કારણ કે તે નવેમ્બર માસમાં આવે છે અને આ જ માસમાં તેમની પુત્રી આરાધ્યાનો પણ જન્મ દિવસ આવે છે. આરાધ્યા પણ આજ માસની 16મી તારીખે બે વરસની થઈ જશે. આમ જોવા જઇએ તો બચ્ચન પરિવાર માટે નવેમ્બર માસ ખાસ બની જાય છે, કારણ કે આ માસની શરુઆતે જ ઐશનો જન્મ દિવસ આવે છે અને પંદર દિવસ પછી આરાધ્યાના જન્મ દિવસની ઉજવણી કરવાની તક મળશે.

આપને જણાવી દઇએ કે વર્ષ 1994માં ભારતને વિશ્વ સુંદરીનો ખિતાબ અપનાવર ઐશ્વર્યા રાયનો જન્મ 1લી નવેમ્બર, 1973ના રોજ થયો હતો. ઐશ્વર્યાના પિતાનું નામ કૃષ્ણરાજ રાય છે. તેઓ વ્યવસાયે મરીન એંજીનિયર છે અને માતા વૃંદા રાય એક લેખિકા છે. ઐશના એક મોટા ભાઈ છે. તેમનું નામ આદિત્ય રાય છે.

ઐશ્વર્યા રાયનું પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદ-આંધ્ર પ્રદેશ ખાતે થઈ. બાદમાં તેમનો પરિવાર મુંબઈ આવી વસી ગયો. ઐશની પ્રથમ ફિલ્મ ઇરુવર તામિળમાં બની હતી. તેનાં દિગ્દર્શક મણિરત્નમ્ હતાં. હિન્દીમાં તેમની પ્રથમ ફિલ્મ ઔર પ્યાર હો ગયા હતી. હિન્દી ફિલ્મોમાં સંજય લીલા ભાનુશાળી દ્વારા બનાવાયેલ હમ દિલ દે ચુકે સનમ ફિલ્મથી ઐશે સફળતાનો સ્વાદ ચાખ્યો કે જે આજે પણ બરકરાર છે.

વર્ષ 2002માં સંજય લીલા ભાનુશાળી દ્વારા બનાવાયેલ દેવદાસ ફિલ્મમાં પણ તેમણે બહેતરીન કામ કર્યું. આ ઉપરાંત તેમણે કેટલીક બાંગ્લા ફિલ્મો કરી છે. સને 2004માં જ પહેલી વાર તેમણે ગુરિંદર ચડ્ઢાની બ્રાઇડ એન્ડ પ્રિઝ્યુડિસ નામની અંગ્રેજી ફિલ્મમાં કામ કર્યુ હતું.

આજે ઐશ્વર્યા રાયનો ભારતના સૌથી ધનિક મહિલાઓ સમાવેશ થાય છે. સમગ્ર દુનિયામાં તેમના ચાહનારાઓએ ઐશ્વર્યાને સમર્પિત લગભગ 17 હજાર ઇન્ટરનેટ સાઇટ્સ બનાવી રાખી છે અને તેમની ગણતરી દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં કરાય છે. ટાઇમ મેગેઝીને વર્ષ 2004માં તેમનો દુનિયાની સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં પણ સમાવેશ કર્યો હતો. 2007માં તેમણે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના એકના એક પુત્ર અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં અને 16મી નવેમ્બર, 2011ના રોજ ઐશે અભિષેકના પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો.

આપ પણ ઐશ્વર્યા રાયને બર્થ ડે વિશ કરવા માંગતા હો, તો નીચે આપેલાં કૉમેન્ટ બૉક્સમાં પોતાની શુભેચ્છાઓ પાઠવી શકો છો. આવો તસવીરો વડે જાણીએ ઐશના સૌંદર્યના રાઝ...

English summary
Today Aishwarya Rai's Birthday. Aishwarya Rai Bachchan born 1 November 1973. Aaradhya make November special month for Aish, because aaradhya also born in November 16, 2011.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X