• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અભિષેકની બેસ્ટ ગિફ્ટ આરાધ્યાએ ઐશ માટે ગાયું હૅપ્પી બર્થ ડે

|

મુંબઈ, 1 નવેમ્બર : નાનકડી આરાધ્યાએ શુક્રવારે પોતાની મમ્મી ઐશ્વર્યા રાયના 40મા જન્મ દિવસે હૅપ્પી બર્થ ડે ગાઈ આજનો દિવસ તેમના માટે ખાસ બનાવી દીધો.

ઐશ્વર્યા રાયે મુંબઈમાં પોતાના નિવાસ સ્થાન જનકમાં પોતાનો જન્મ દિવસ ઉજવતાં મીડિયા સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું - આરાધ્યા મોડી ઉંઘે છે. તેથી મારા માટે તેણે અડધી રાત્રે હૅપ્પી બર્થ ડે ગાયું. આ બહુ ખાસ અનુભવ હતો. તેણે ગયા મહીને જ પા એટલે કે અમિતાભ બચ્ચન માટે પણ એવુ કર્યુ હતું.

ભૂતપૂર્વ વિશ્વ સુંદરીએ જણાવ્યું - આરાધ્યાએ પહેલા પોતાની જાતને અભિનંદન પાઠવ્યાં અને પછી મને. પતિ અભિષેક બચ્ચન પાસેથી કોઈ ખાસ ગિફ્ટ મળી? આ સવાલના જવાબમાં ઐશ્વર્યા રાય બોલ્યાં - આનો જવાબ અભિષેક બચ્ચન જ આપશે. જોકે તેઓ મને ગિફ્ટ આપી ચુક્યાં છે, પણ સૌથી મોટો ઉપહાર જે તેમણે મને આપ્યો છે, તે છે આરાધ્યા.

English summary
Toddler Aaradhya Bachchan made her mom and actress Aishwarya Rai's 40th birthday special when she sang "Happy Birthday" to her Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X