For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજય બહેલની ઇન્ફૉર્મરમાં ગીતાંજલિ સાથે ચમકશે અભય

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 ડિસેમ્બર : બીએ પાસના દિગ્દર્શક અજય બહેલે પોતાની આગામી ફિલ્મમાં અભય દેઓલને લેવાનો નિર્મય કર્યો છે. આ ફિલ્મનું નામ છે ધ ઇન્ફૉર્મર અને આ ફિલ્મ અકિમિત્સુ તકાજીની જાપાની નવલકથા પર આધારિત હશે.

geetanjali-thapa-abhay-deol
મળતી માહિતી મુજબ અભય દેઓલ આ ફિલ્મમાં સિક્કિમી મૉડેલમાંથી અભિનેત્રી બનેલા ગીતાંજલિ થાપા સાથે નજરે પડી શકે છે. અજય બહેલે જણાવ્યુ - ભટ્ટચના પ્રોજેક્ટ સિટી લાઇટ્સમાંથી મારા બહાર નિકળ્યા બાદ ગીતાંજલિ થાપા પણ બહાર નિકળી ગયાં. જ્યાં સુધી હું ફિલ્મોદ્યોગના સમીકરણો સમજુ છું, કોઈ પણ જાતની એકજુટતા દાખવવા માટે હું પ્રોજેક્ટમાંથી બહાર નથી નિકળતો. મારા બાદ ગીતાંજલિએ પણ ભટ્ટની ફિલ્મ છોડી દીધી. હું ફિલ્મમાં તેમના પાત્ર માટે ઋણી છું.

અજય બહેલની બીએ પાસ ફિલ્મમાં શાનદાર અભિનય કરનાર અભિનેત્રી શિલ્પા શુક્લા પણ ધ ઇન્ફૉર્મર ફિલ્મ દ્વારા કમબૅક કરશે. બહલે જણાવ્યું - શિલ્પાએ બીએ પાસમાં જે કર્યું, તે અવિશ્વસનીય હતું. હું તેમને પોતાની બીજી ફિલ્મમાં લેવા માંગુ છું, પણ જ્યારે મેં ભટ્ટની સિટી લાઇટ ફિલ્મ શરૂ કરી, તો તે વખતે અમને 26 વર્ષની એક નાયિકાની જરૂર હતી. તેથી હું સિટી લાઇટ્સમાં શિલ્પાને લઈ ન શક્યો.

English summary
"B.A. Pass" director Ajay Bahl, who is ready to roll his next film, an adaptation of Akimitsu Takagi's Japanese novel "The Informer" has decided to cast Abhay Deol as one of the leads in the thriller.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X