તો શું પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા રાય? અભિષેક બચ્ચનના ટ્વિટથી શરૂ થઈ અટકળો
એક વાર ફરીથી પૂર્વ વિશ્વસુંદરી અને બોલિવુડની હસીન અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની પ્રેગ્નેન્સીના સમાચારોએ તૂલ પકડ્યુ છે. વાસ્તવમાં ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનનુ એક ટ્વિટ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યુ છે જેણે એ વાતને હવા આપી છે કે તેની પત્ની એશ ફરીથી મા બનવા જઈ રહી છે.
|
ફરીથી પપ્પા બનવાના છે અભિષેક બચ્ચન?
અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર કોઈ સરપ્રાઈઝની વાત કરી છે ત્યારબાદ લોકોએ આ સરપ્રાઈઝને એશના ગર્ભવતી થવાને જોડી દેવામાં આવ્યુ છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેતા અભિષેક બચ્ચને ટ્વિટર પર લખ્યુ કે, ‘દોસ્તો! તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે, જોડાયેલા રહો!'
|
સોશિયલ મીડિયા પર શરૂ થઈ અટકળો
ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો અટકળો લગાવી રહ્યા છે કે અભિષેક ફરીથી પપ્પા બનવા જઈ રહ્યા છે જોકે કોઈએ ગેસ કર્યુ કે ક્યાંક આ આવનારી ફિલ્મ ઝૂંડનુ ટીઝર તો નથી, જેના પર અભિષેકેલાઈકનુ સિમ્બોલ બનાવ્યુ. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઝૂંડમાં બિગ બી એક ફૂટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનુ નિર્દેશન મરાઠી ફિલ્મકાર નાગરાજ મંજૂલે કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2007માં લગ્નના બંધનમાં બંધાયેલા અભિષેક અને ઐશ્વર્યાની એક દીકરી આરાધ્યા બચ્ચન છે, જેનો જન્મ વર્ષ 2011 નવેમ્બરમાં થયો હતો.

શું એશ પ્રેગ્નેન્ટ છે?
તમને જણાવી દઈએ કે હાલમાં જ ઐશ્વર્યા જ્યારે પોતાની નણંદના સાસુ ઋતુ નંદાની અંતિમ વિદાયમાં શામેલ થવા પહોંચી ત્યારે તે પોતાના પેટનેપોતાના પર્સથી છૂપાવતી દેખાઈ હતી ત્યારબાદથી જ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે કે શું એશ પ્રેગ્નેન્ટ છે અને જ્યારે અભિષેકે સરપ્રાઈઝની વાત કરી તો લોકો તેને ફરીથી પપ્પા બનવા માટે અભિનંદન આપવા લાગ્યા. હાલમાં હજુ આ વિશે અભિ-એશ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ પણ વાંચોઃ શર્લિન ચોપડાએ વિખેર્યો હુસ્નનો જલવો, વીડિયો જોઈ ફેન્સ થયા મદહોશ