અમિતાભ બાદ અભિષેકે પણ આપી કોરોનાને મ્હાત, 28 દિવસથી હતા હોસ્પિટલમાં ભરતી
ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચન કોરોના સંક્રમણ સામે જંગ જીતી ગયા છે. આજે બપોરે તેમણે ટ્વિટ કરીને આની માહિતી આપી છે. અભિષેક બચ્ચને ટ્વિટ કરીને લખ્યુ કે આજે મારો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. મે કહ્યુ હતુ કે હું આ વાયરસને હરાવી દઈશ અને મે તેને મ્હાત આપી દીધી છે. તમે બધાએ મારા માટે જે દુઆઓ કરી, તેના માટે ખૂબ ખૂબ આભાર માનુ છુ. નાણાવતી હોસ્પિટલમાં મારે ઈલાજ અને દેખરેખ કરી રહેલા ડૉક્ટર્સ, નર્સ અને સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર.

લગભગ એક મહિનો રહ્યા હોસ્પિટલમાં
અભિષેક બચ્ચન લગભગ એક મહિના બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થશે. 11 જુલાઈના રોજ અભિષેક બચ્ચને ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે તેમનો અને તેમના પિતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય અને દીકરી આરાધ્યાને પણ કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી.

બચ્ચન પરિવારના બધા સભ્યોએ આપી કોરોનાને મ્હાત
અભિષેક બચ્ચનની મા જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. તેમને છોડીને આખા પરિવારને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. અભિષેકનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવવા સાથે જ બચ્ચન પરિવારના બધા સભ્યો હવે કોરોના સંક્રમણમાંથી બહાર આવી ગયા છે.

મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યુ છે કોરોના સંક્રમણ
કોરોના સક્રમિત મળી આવ્યા બાદ પહેલા અમિતાભ બચ્ચન પછી અભિષેક બચ્ચન અને ત્યારબાદ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અભિષેકને છોડીને પરિવારના બાકીના સભ્યો સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે. હવે અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. ત્યારબાદ આખો પરિવાર આ સંક્રમણથી સાજો થઈ ગયો છે. આખા દેશમાંથી સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાં 4,90,262 સામે આવી ચૂક્યા છે.
કાઉન્ટર એફિડેવિટમાં સુશાંતના પિતાએ રિયા પર લગાવ્યા આ આરોપ