Birthday Special: અભિષેક અને ઐશ્વર્યા કેમ છે Made For Each Other?
આજે બોલિવુડના જુનિયર બચ્ચન એટલે કે અભિષેક પોતાનો 44મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મોડી રીતે તેમની લવિંગ વાઈફ ઐશ્વર્યા રાયે અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં આખો બચ્ચન પરિવાર દેખાઈ રહ્યો છે. ફોટો શેર કરીને ઐશ્વર્યાએ લખ્યુ છે, પ્રેમ, હંમેશા. તમને જણાવી દઈએ કે હિંદી સિનેમાના શાંત અને ગંભીર કલાકારોમાંના એક ગણાતા અભિષેક બચ્ચન અંગત જીવનમાં લવિંગ સન અને કેરિંગ હસબન્ડ કહેવાય છે.

પરફેક્ટ કપલ કહેવાય છે એશ-અભિ
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને સાથે ‘ગુરુ' જેવી હિટ ફિલ્મ પણ આપી છે. જો કે બંનેએ સાથે કરેલી અમુક ફિલ્મો જેવી કે 'ઢાઈ અક્ષર પ્રેમ કે', 'રાવણ', 'ઉમરાવ જાન' બૉક્સ ઑફિસ પર ન ચાલી પરંતુ આ જોડીના આજે પણ લાખો ફેન્સ છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન માટે કોઈ પ્રકારની ગૉસિપ કે કોઈ પ્રકારના અણબનાવના સમાચાર ક્યારેય મીડિયામાં નથી રહ્યા. ચાલો જાણીએ કે એ કયા મુખ્ય કારણો છે જેના કારણે ઐશ્વર્યા-અભિષેક બોલિવુડના બેસ્ટ કપલમાંના એક છે -

એશને પોતાની તાકાત માને છે અભિષેક
અભિષેક બચ્ચનનુ કહેવુ છે કે તે ઐશ્વર્યા રાય બચ્ચને પોતાનો સપોર્ટ માને છે. તે એ વાતનો બિલકુલ ઈનકાર નથી કરતા કે ઐશ્વર્યાએ તેમને હંમેશા સપોર્ટ કર્યો છે, એ તેમની તાકાત છે. કદાચ તમને યાદ હશે કે દીકરી આરાધ્યાના જન્મ બાદ ઐશ્વર્યાએ ઘણુ વજન વધારી દીધુ હતુ. જેના કારણે તેને મીડિયા તરફથી ઘણુ સાંભળવુ પડ્યુ હતુ. પરંતુ એ વખતે અભિષેક એશ સાથે ઉભા રહીને કહ્યુ હતુ કે કોઈ એશ માટે આવુ ન બોલી શકે.

એશની હંમેશા પ્રશંસા કરે અભિષેક
અભિષેક બચ્ચને એક સ્ટેટમેન્ટ આપ્યુ હતુ કે ઐશ્વર્યા રાય બચ્ચન જે પણ કરે છે, સારુ જ કરે છે, તેનુ દિલ સાફ છે, તે જેટલી તનથી સુંદર છે એટલી જ સુંદર તે મનથી પણ છે. એક સફળ દંપત્તિ માટે સૌથી મહત્વપૂર્ણ શું છે એ જ કે બંનેને એકબીજા પર ભરોસો હોવો જોઈએ. અભિષેક ઐશ્વર્યા પર પૂરો ભરોસો કરે છે અને તેમને વિશ્વાસ છે કે એક સિક્યોર પર્સન છે.

બંને એકબીજાને પ્રેમ કરે છે..
અભિષેકને નથી લાગતુ કે એશના સ્ટેટસ કે અભિષેકના ફેમિલીના કારણે તેમનો સંબંધ ટક્યો છે, અભિષેકનુ કહેવુ છે કે તેમનો સંબંધ એટલા માટે નથી ટક્યો છે કે ઐશ્વર્યા રાય આટલી સફળ છે કે અભિષેક - બચ્ચન પરિવારમાંથી છે પરંતુ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એકબીજાને સમજીએ છીએ.
આ પણ વાંચોઃ 'શિકારા'ની રિલીઝ પર રોક માટે હાઈકોર્ટમાં અરજી, ડાયરેક્ટરે આપ્યો આ જવાબ
View this post on InstagramA post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on