For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભિષેકને લઈ મેરે અપને ફિલ્મ બનાવશે ઉમેશ શુક્લા

|
Google Oneindia Gujarati News

umesh-abhishek
મુંબઈ, 28 ફેબ્રુઆરી : ફિલ્મ દિગ્દર્શક ઉમેશ શુક્લા ફિલ્મ મેરે અપને લઈને આવી રહ્યાં છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. ઉમેશ શુક્લાએ જણાવ્યું કે મેરે અપને એક પારિવારિક ફિલ્મ હશે.

ઓહ માય ગૉડ એટલે કે ઓએમજી જેવી સફળ ફિલ્મના દિગ્દર્શક ઉમેશ શુક્લાએ જણાવ્યું કે આગામી ચાર સપ્તાહમાં તેઓ અભિષેક બચ્ચનની શૂટિંગ માટેની તારીખો મેળવી લેશે અને પછી શૂટિંગ શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે એક વાર ફિલ્મના શૂટિંગનું શિડ્યુઅલ નક્કી થઈ જાય કે શૂટિંગ શરૂ થઈ જશે. ઉમેશ શુક્લાએ જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ 60 દિવસમાં પતાવી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે મેરે અપને ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને લંડન ખાતે કરાશે.

નોંધનીય છે કે 1971માં મેરે અપને શીર્ષક હેઠળ ફિલ્મ આવી ચુકી છે. જોકે ઉમેશ શુક્લાએ સ્પષ્ટ કર્યું કે તેમની મેરે અપને જૂની મેરે અપને ફિલ્મની રીમેક નથી. ઉમેશે જણાવ્યું કે તેમની ફિલ્મ પારિવારિક હશે કે જેમાં ખૂબ કૉમેડી અને હાસ્ય હશે. તેઓ આ ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત છે.

તેમણે જણાવ્યું કે અભિષેક જ તેમની ફિલ્મ માટે હીરો તરીકેની પ્રથમ પસંદગી હતાં. તેમને વિશ્વાસ હતો કે આ જ એક એવો એક્ટર છે કે જે આ રોલ સાથે ન્યાય કરી શકશે. ઉમેશ શુક્લાએ જણાવ્યું - જ્યારે હું ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો, ત્યારે જ હું પામી ગયો હતો કે આ ફિલ્મ માટે અભિષેક જ યોગ્ય રહેશે. મને વિશ્વાસ છે કે અભિષેક આ ફિલ્મ માટે ફિટ બેસશે. ફિલ્મના બાકીના પાત્રો અંગે તેમણે કોઈ ખુલાસો કર્યો નહીં. તેમણે જણાવ્યું કે આ બધી બાબતોનો ખુલાસો થોડાક જ સમયમાં કરવામાં આવશે.

English summary
Abhishek Bachchan in Umesh Shukla's 'Mere Apne'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X