Pics : ઐશના લાલ હોઠો પર મોહિત અભિષેક શૂટિંગ મૂકી પહોંચી ગયાં કાન્સ!
મુંબઈ, 23 મે : 67મા કાન્સ ઇંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કારપેટ પર ઐશ્વર્યા રાયને ચમકદાર સોનેરી લિબાઝ અને લાલ ચટક લિપસ્ટિકમાં જોઈ તેમના અભિનેતા પતિ અભિષેક બચ્ચનની આંખો પહોળીને પહોળી જ રહી ગઈ. એટલુ જ નહીં અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યાના લાલ-ચટક હોઠો પ્રત્યે એવા તો આકર્ષાયા-ખેંચાયા કે પોતાની જાતને કાન્સ જતા રોકી ન શક્યાં.
અભિષેક બચ્ચન હાલ શિમલા ખાતે પોતાની આગામી ઑલ ઇઝ વેલનું શૂટિંગ કરી રહ્યા હતાં અને તેમણે કાન્સમાં પત્ની ઐશ્વર્યાનુ સૌંદર્ય જોયું, તો તેમના આંખોની ઉંઘ ઉડી ગઈ હતી. અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યાના સૌંદર્ય અને ખાસ તો લાલ હોઠો પર એવા તો ફિદા થઈ ગયાં કે ફિલ્મનું શૂટિંગ પડતુ મૂકી કાન્સ પહોંચી ગયા પત્ની ઐશ્વર્યા પાસે.
ચાલો બતાવીએ તસવીરો :

લાજવાબ ઐશ્વર્યા રાય
ફ્રેંચ રિવેરા ખાતે ચાલતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મંગળવારે સોનેરી રૉબટરે કવાલી ગાઉનમાં રેડ કારપેટ ચાલતા ઐશ્વર્યા રાય એકદમ લાજવાબ લાગી રહ્યા હતાં.

લાલ ચટક હોઠો
ઐશની લટો તથા લાલ-ચટક હોઠોએ તેમના રૂપમાં ચાર ચાંદ લગાડી દીધાં.

અવાક્ રહી ગયાં અભિષેક
શિમલામાં બેસેલા ઐશના પતિ અભિષેક બચ્ચન એક પળ માટે પણ તેમની ઉપરથી નજરો ન હટાવી શક્યાં.

ઊંઘ ઉડી ગઈ અભિની
અભિષેકે બુધવારે માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું હતું - સૂયા વગર લગભગ 52 કલાક થઈ ચુક્યાં છે. આંખો બંધ થઈ રહી છે અને મારી શ્રીમતી આંખો સામે આવી રહી છે. આંખો પહોળીને પહોળી જ છે.

શૂટિંગ પડતુ મૂકી કાન્સ પહોંચ્યાં
અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયના રૂપ ઉપર એવો તો ઓવારી ગયાં કે તેઓ શૂટિંગ પડતુ મૂકી કાન્સ પહોંચી ગયાં.

ઑલ ઇઝ વેલમાં વ્યસ્ત અભિ
અભિષેક બચ્ચન આજકાલ શિમલા ખાતે પોતાની આગામી ફિલ્મ ઑલ ઇઝ વેલના શૂટિંગમાં વ્યસ્ત હતાં.

લોરિયલ પેરિસના બ્રાન્ડ એમ્બેસેડર ઐશ
ઐશ્વર્યા રાય લોરિયલ પેરિસના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેઓ બ્રાન્ડના લોરિયલ લુમિયર સંગ્રમનું પ્રદર્શન કરવા માટે બુધવારે પુનઃ કાન્સમાં રેડ કારપેટ પર ચાલ્યાં.

ઐશ પણ ખુશ
કાન્સમાં પતિ અભિષેક બચ્ચન પહોંચી જતાં ઐશ્વર્યા રાય પણ ખુશખુશાલ થઈ ગયા હતાં. બંનેએ એક કાર્યક્રમમાં સાથે ભાગ પણ લીધો હતો.