
"તુજે ભૂલના તો ચાહા"ના સુંદર ટ્રેક સાથે અભિષેકસિંહનું કમબેક
આઈએએસ અધિકારી અને મલ્ટિ-ટેલેન્ટેડ કલાકાર અભિષેક સિંઘ ઝુબિન નૌટિયાલના અવાજમાં 'તુઝે ભૂલતે તો ચાહા' નામના અન્ય એક સોન્ગ સાથે દર્શકોનો મનોરંજન કરવા માટે તૈયાર છે.અભિષેકનો ડેબ્યુ મ્યુઝિક એલ્બમ દિલ ટોડ કે ના સફળતા બાદ અભિષેક સિંહ નિર્માતાઓ માટે ઉભરતી પસંદ બની ગયા છે. અભિષેક તેના નવા સોન્ગ સાથે ફરી એક વાર રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. સોન્ગ વિડિઓ ના લોંચના એક કલાકની અંદર તે હાલ્ફ મિલિયન વ્યૂઝ મળી ગયા છે !
આજે 31 માર્ચના દિવસે જમ્મુ અને કાશ્મીરના માનનીય ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંધુ દ્વારા કશ્મિરમાં આ મધુર સોન્ગનું લોંચ થયો છે. આ સોન્ગને ગુલમર્ગની ખુબસુરતીમાં ફિલ્માવવામાં આવ્યું છે. આ સુંદર લોકેશન સુખદાયક સોન્ગને વધુ જાદુઇ બનાવવાનું કામ કરે છે.અભિષેક સિંહની શાનદાર સ્ક્રીન પ્રેઝન્સ ગીતમાં એક શક્તિશાળી અને ભાવનાત્મક દ્રશ્ય નું નિર્માણ કરે છે, જે તમામ સંગીત પ્રેમીઓને આકર્ષિત કરવા માટે પર્યાપ્ત છે.
આ પણ વાંચો: એક ઓવરમાં 6 સિક્સર લગાવી થિસારા પરેરાએ રચ્યો ઇતિહાસ, આવુ કરનાર પ્રથમ ખેલાડી બન્યા