સસરા અબૂ આઝમીના નિવેદનના વિરોધમાં ઉતરી આયશા ટાકિયા

Google Oneindia Gujarati News

મુંબઇ, 11 એપ્રિલ: બોલીવુડ અભિનેત્રી આયશા ટાકિયાએ પોતાના સસરા અને સમાજવાદી પાર્ટીના નેતા અબૂ આઝમીના એ નિવેદની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જોરદાર નિંદા કરી છે, જેમાં સપા પ્રમુખ મુલાયમ સિંહના બળાત્કારવાળા નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેણે જણાવ્યું છે કે બળાત્કાર કરનારની સાથે સાથે તે મહિલાઓને પણ ફાંસી થવી જોઇએ જે પોતાની મરજીથી સેક્સ કરે છે.

આયશાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે હું મારા સસરાના નિવેદન અંગે વાચી રહી છું, જો તે સાચું છે તો તેના માટે હું અને ફરહાન આઝમી ખૂબ જ લજ્જીત અને શરમ અનુભવીએ છીએ. બીજી બાજું અબૂ આઝમીના દિકરા ફરહાને આઝમીએ જણાવ્યું છે કે દેશ ધર્મથી નહીં સંવિધાનથી ચાલે છે અને યુવાનોને પોતાની મર્જીથી જીવવાનો અધિકાર હોવો જોઇએ.

ayesha takia
અત્રે નોંધનીય છે કે નેતા અબૂ આઝમીએ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. આઝમીનું કહેવું છે કે જે મહિલાઓ સહમતિથી અથવા કોઇ સહમતિ વગર સેક્સ કરે છે, તો તેને પણ ફાંસીની સજા આપવી જોઇએ.

આ પહેલા સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે જણાવ્યું હતું કે બળાત્કાર માટે ફાંસી આપવી ખોટી છે અને યુવકોથી ભૂલ થઇ જાય છે. મુલાયમના આ નિવેદન પર જ્યારે અબૂ આઝમીને તેમનો મત પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે ઇસ્લામમાં બળાત્કારની સજા મોત છે. પરંતુ અહીં મહિલાઓને સજા આપવામાં નથી આવતી, માત્ર પુરુષોને જ આપવામાં આવે છે.

English summary
Abu Azmi remarks: Daughter in law Ayesha Takia Azmi and son Farhan 'deeply embarrassed and ashamed'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X