For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઠાણું પડ્યું ભારે, અભિનેતા રાજપાલ યાદવ જેલમાં!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ડિસેમ્બર : દિલ્હી હાઈકોર્ટે બૉલીવુડ અભિનેતા અને કૉમેડી કિંગ રાજપાલ યાદવ તેમજ તેમના પત્ની વિરુદ્ધ દાખલ કરાયેલ વિશ્વાસઘાત અંગેના એક કેસમાં રાજપાલ યાદવને દસ દિવસ માટે જેલ મોકલી આપ્યાં છે. તેમને 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.

rajpalyadav
મળતી માહિતી મુજબ રાજપાલ યાદવ અને તેમના પત્ની સામે 5 કરોડ રુપિયાની વસૂલીનો કેસ હતો. અદાલતે આ કેસમાં રાજપાલ યાદવની પત્નીને પણ અદાલતનું સેસન ચાલવા સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાં છે. બંને વિરુદ્ધ 5 કરોડ રુપિયાની રિકવરીનો કેસ હતો. રાજપાલ યાદવ નક્કી સમયમર્યાદામાં રુપિયા પરત ન કરી શક્યાં.

રાજપાલ યાદવ સામે ખોટુ નિવેદન આપવા તેમજ ખોટુ ઇકરારનામુ દાખલ કરવાનો આરોપ છે. રાજપાલ યાદવે પોતાની ફિલ્મ અતા પતા લાપતાના નિર્માણ માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કમ્પની પાસેથી વર્ષ 2010માં પાંચ કરોડ રુપિયાનું ધિરાણ લીધુ હતું, પણ તે નક્કી સમયમર્યાદામાં પરત નહીં કર્યાં.

English summary
Bollywood actor Rajpal Yadav arrested in five million recovery case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X