મહાભારતના ઈન્દ્ર માટે લૉકડાઉનમાં ગુજરાન ચલાવવુ મુશ્કેલ, ઈન્ડસ્ટ્રીને કરી મદદની અપીલ
બૉલિવુડથી લઈને પંજાબી ફિલ્મો અને ટેલીવિઝનમાં કામ કરનાર અભિનેતા સતીષ કૌલ દેશવ્યાપી લૉકડાઉનમાં ઘણા પ્રભાવિત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં 65 વર્ષના સતીષ કૌલે કહ્યુ કે પહેલા તે વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. પરંતુ હવે તે ભાડાના ઘરમાં રહે છે. તેમણે કહ્યુ કે, 'હું લુધિયાણામાં ભાડાની નાની જગ્યામાં રહુ છુ. પહેલા વૃદ્ધાશ્રમમાં રહેતો હતો પરંતુ સત્યા દેવી સાથે અહીં આવી ગયો. મારી તબિયત હવે સારી છે પરંતુ લૉકડાઉનના કારણે સ્થિતિ હજુ પણ વધુ બગડી ગઈ છે.'

ઈન્ડસ્ટ્રીના લોકોને કરી મદદની અપીલ
તમને જણાવી દઈએ કે સતીશ કૌલની ફેન ગણાતી સત્યા દેવી છેલ્લા ઘણા વર્ષોથી તેમની દેખરેખ કરી રહ્યા છે. જ્યારે એવા રિપોર્ટ આવ્યા કે સતીશ કૌલ લુધિયાણાના એક વૃદ્ધાશ્રમમાં રહે છે ત્યારબાદ પીટીઆઈ તરફથી એક નિવેદન આવ્યુ. કૌલની ઓળખ બીઆર ચોપડાના મહાભારતમાં ભગવના ઈન્દ્ર તરીકે પણ થાય છે. તેમણે આ સીરિયલમાં દેવરાજ ઈન્દ્રની ભૂમિકા નિભાવી હતી. તેમણે એજન્સીને કહ્યુ, 'મને દવાઓ, ઘરનો સામાન અને જરૂરિયાતની બાકીની વસ્તુઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હું ઈન્ડસ્ટ્રીનો લોકોને મદદ કરવાની અપીલ કરુ છુ. મને એક અભિનેતા તરીકે ખૂબ પ્રેમ મળ્યો છે. મને એક માનવી તરીકે જરૂરિયાત માટે થોડા ધ્યાનની જરૂર છે.'

અભિનય કરવા માટે તૈયાર છે સતીશ કૌલ
જાણીતા અભિનેતા તરીકે પોતાના જૂના દિવસોને યાદ કરીને સતીશ કૌલે કહ્યુ કે 'તે અભિનેતા તરીકે પોતાના કરિયરને ફરીથી શરૂ કરવા માટે તૈયાર છે. તેમનુ કહેવુ છે કે, ઠીક છે, જો તે મને ભૂલી ગયા છે. મને ઘણો બધો પ્રેમ મળ્યો છ અને હું તેનો આભારી છુ. હું તેના માટે હંમેશા દર્શકોનો ઋણી રહીશ. હાલમાં મારી ઈચ્છા છે કે હું મારી પોતાની એક સારી જગ્યા ખરીદવામાં સક્ષમ બનુ જ્યાં હું રહી શકુ. અભિનયની આગ મારામાં હજુ પણ જીવિત છે. તે હજુ ખતમ નથી થઈ. કાશ કોઈ મને આજે પણ રોલ આપે, કોઈ ભૂમિકા આપે અને હું એ કરી લઉ. હું ફરીથી અભિનય કરવા માટે વ્યાકુળ છુ.'

2011માં એક્ટિંગ સ્કૂલની શરૂઆત કરી
રિપોર્ટ અનુસાર સતીષ કૌલે મુંબઈથી પંજાબ આવ્યા બાદ લુધિયાણામાં વર્ષ 2011માં એક એક્ટિંગ સ્કૂલની શરૂઆત કરી હતી જેમાં તેમને વધુ સફળતા ન મળી. જો કે ઘણા રિપોર્ટ્સ એમ પણ કહે છે કે ત્યારબાદ તે પટિયાલાની એક વિશ્વવિદ્યાલયમાં કામ કરવા લાગ્યા હતા. પોતાની એક્ટિંગ સ્કૂલ વિશે સતીશ કહે છે કે, 'જે પણ કામ હું કરી રહ્યો હતો તે 2015માં મારી હિપ બોનમાં ફ્રેક્ચર આવ્યા બાદ પ્રભાવિત થવા લાગ્યુ. હું અઢી વર્ષ સુધી હોસ્પિટલના બેડ પર હતો. પછી હું વૃદ્ધાશ્રમ દયો જ્યાં હું બે વર્ષ સુધી રહ્યો.'
નાણાકીય વર્ષ 2020-21ના પહેલા 6 માસિકમાં GDP ગ્રોથ નેગેટીવ રહેવાનુ અનુમાન