Exclusive: સન્નીને રાજકારણમાં નહીં પણ મોદીમાં છે વિશ્વાસ!

Google Oneindia Gujarati News

આખો દેશ આ સમયે ચૂંટણી રંગમાં રંગાઇ ગયો છે, રોજેરોજ સમાચારો આવી રહ્યા છે કે આ અભિનેતા રાજકારણમાં જોડાઇ રહ્યા છે પેલી અભિનેત્રી રાજકારણમાં જોડાઇ રહી છે. આવા જ કોઇ સમાચાર આવ્યા હતા કે બૉલીવુડના એક્શન હિરો સન્ની દેઓલ પણ રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે.

તેઓ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી 2014 લડી શકે છે. જોકે આ સમાચારોનું ખંડન કરીને સન્ની દેઓલે વનઇન્ડિયા સાથે એક્સક્લૂઝિવ વાતચિત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ આ વખતે તો શું ક્યારેય પણ રાજકારણમાં નહીં આવે.

રાજકારણ મારી તાકાત બહારની વસ્તુ છે. હું એક કલાકાર છું અને એક્ટિંગ જ મારો શોખ છે. આ ઉપરાંત તેઓ બીજું કંઇ કરી શકે તેમ નથી. એક્શન કિંગ સન્ની દેઓલે વનઇન્ડિયા રિપોર્ટર સોનિકા મિશ્રા સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે જે પણ સમાચારો મને અને રાજકારણને લઇને આવ્યા છે કાલ્પનીક છે.

સન્ની દેઓલે વનઇન્ડિયા સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું વાંચો સ્લાઇડરમાં...

મોદી વિશે શું કહ્યું સન્ની દેઓલે

મોદી વિશે શું કહ્યું સન્ની દેઓલે

પિતા ધર્મેન્દ્રને પોતાના આદર્શ માનનાર સન્નીએ જણાવ્યું કે મારા પિતાએ રાજકારણમાં પગ મૂક્યો હતો ત્યારે જ મને સમજાઇ ગયું હતું કે રાજકારણ મારા કામની વસ્તુ નથી.

સન્ની દેઓલ

સન્ની દેઓલ

છેલ્લા ઘણા સમયથી મુંબઇમાં ભાજપ ઉમેદવાર સત્યપાલ સિંહના રોડશોમાં સન્ની દેઓલ જોવા મળ્યા હતા. જેના જવાબમાં સન્નીએ જણાવ્યું હતું કે તેઓ સત્યપાલ સિંહને સપોર્ટ કરવા માટે ગયા હતા ભાજપને નહીં.

સન્ની દેઓલ

સન્ની દેઓલ

સત્યપાલ સિંહને તેઓ વ્યક્તિગત રીતે જાણે છે, તેઓ એક ઇમાનદાર અને આદર્શ વ્યક્તિ છે. જ્યાં સુધી ભાજપને સપોર્ટ કરવાની વાત છે તો હું કોઇપણ પાર્ટીને સપોર્ટ નથી કરતો.

મોદી વિશે શું કહ્યું સન્ની દેઓલે

મોદી વિશે શું કહ્યું સન્ની દેઓલે

જ્યારે તેમને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સીધી રીતે કંઇ જણાવ્યું નહીં પરંતુ એટલું જરૂર કહ્યું કે તેઓ અને દેશ એક મોટું પરિવર્તન ઇચ્છે છે અને દેશના વડાપ્રધાન એને જ બનવું જોઇએ જે દેશ માટે સારું વિચારે અને સારું કરે જે વચનોમાં નહીં પરંતું કામ કરવામાં વિશ્વાસ રાખે. તેમની વાતો પરથી તો એવું લાગ્યું કે તેઓ મોદીમાં વડાપ્રધાન બનવાની ક્વોલિટી જુએ છે.

સન્ની દેઓલની નવી ફિલ્મ 'ઢિશ્કિયાઉ

સન્ની દેઓલની નવી ફિલ્મ 'ઢિશ્કિયાઉ

હાલમાં સન્ની દેઓલ તેમની આવનાર ફિલ્મ 'ઢિશ્કિયાઉ'ને લઇને ચર્ચિત છે. ફિલ્મ 28 માર્ચના રોજ રિલીઝ થઇ રહી છે. જેમાં હરમન બાવેજા અને આયશા ખન્ના પણ છે. આ ફિલ્મ દ્વારા શિલ્પા શેટ્ટી કુંદ્રા નિર્માતા તરીકે ઇન્ડસ્ટ્રીઝમાં દેખાશે.

English summary
Putting an end to all speculations regarding his participation in upcoming Lok Sabha election, Bollywood actor Sunny Deol clarified that he is not willing to join politics.He did not clarify his stand on Modi but he said, I don't know who is the right or wrong person.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X