ડર્ટી પિક્ચરમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી આર્યા બેનર્જીનુ શંકાસ્પદ સ્થિતિમાં મોત
મુંબઈઃ વર્ષ 2020 ફિલ્મ જગત માટે ખૂબ જ અશુભ રહ્યુ. ઘણા મહાન કલાકારોએ આ વર્ષે દુનિયાને અલવિદા કરી દીધી. જતા-જતા પણ વર્ષ 2020 ઝટકા આપી રહ્યુ છે. શુક્રવારે બૉલિવુડ માટે વધુ એક દુઃખદ સમાચાર આવ્યા. બૉલિવુડ અભિનેત્રી આર્યા બેનર્જીનુ મોત થઈ ગયુ. શંકાસ્પદ સ્થિતિમાં તેમનુ શબ ફ્લેટમાંથી મળી આવ્યુ છે. બૉલિવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળેલી આ અભિનેત્રી આર્યા બેનર્જી(Arya Banerjee)નુ કોલકત્તા સ્થિત તેના ફ્લેટમાં મોત થઈ ગયુ.
શુક્રવારે પોલિસને તેનુ શબ મળ્યુ જે શંકાસ્પદ સ્થિતિમાં હતુ. પોલિસને તેનુ શબ તેના કોલકત્તા સ્થિત ફ્લેટમાં મળ્યુ છે. પોલિસને હજુ સુધી એ વાતની માહિતી મળી શકી નથી કે આર્યાનુ મોત કયા કારણથી થયુ છે. મીડિયાના સમાચારો મુજબ આર્યાનુ શબ લોહીથી લથપથ હતુ. તેના નાક અને મોઢામાંથી લોહી વહી રહ્યુ હતુ. પોલિસને આ વિશે માહિતી આર્યાની નોકરાણીએ આપી. આર્યા બેનર્જી દક્ષિણ કોલકત્તાના જોધપુર પાર્કમાં સ્થિત તેના ફ્લેટમાં રહેતી હતી. જ્યારે સવારે કામ કરવા માટે નોકરાણીએ ઘણી વાર ઘંટડી વગાડી, ફોન કર્યા પરંતુ જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો તાત્કાલિક આની સૂચના પોલિસને આપી.
પોલિસે ઘરનો દરવાજો તોડીને ફલેટમાં ઘૂસવુ પડ્યુ. ઘરના બેડરૂમમાં આર્યાનુ શબ લોહીથી લથપથ હાલતમાં પડ્યુ હતુ. પોલિસે શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધુ છે. વળી, તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આર્યા બેનર્જી બૉલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન સાથે 'ડર્ટી પિક્ચર'માં જોવા મળી ચૂકી છે. તેણે આ ફિલ્મમાં શકીલાએ નાના રોલ કર્યો હતો. આ ઉપરાંત આર્યાએ 'લવ સેક્સ ઓર ધોખા'માં પણ કામ કર્યુ છે. આર્યા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહેતી હતી.
2020 કોરોના વર્ષઃ ગુજરાતના 21.8% ઘરોમાં એક સમયનો ચૂલો બંધ