For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભિનેત્રી સેલિના જેટલીનું ટ્વિટર ઍકાઉંટ હૅક !

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 ફેબ્રુઆરી : ગઈકાલે સમાચાર મળ્યા હતાં કે અભિનેત્રી જયાપ્રદાના ફેસબુક ઍકાઉંટ સાથે છેડતી થઈ છે. તેમની વૉલને કોઇક હૅકરે અશ્લીલ તસવીરો વડે ગંદી છે અને તે અંગે જયાપ્રદાએ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવી છે. તો હવે વધુ એક આવા જ સાઇબર ક્રાઇમના સમાચાર મળે છે કે બૉલીવુડ અભિનેત્રી સેલિના જેટલીનું ટ્વિટર ઍકાઉંટ હૅક કરવામાં આવ્યું છે. કોઈ શરારતી હૅકરે સેલિનાનું ઍકાઉંટ હૅક કરી તેમાં સૌંદર્ય અને ફિટનેસ સંબંધી જાહેરાતો પ્રસારિત કરવાનું શરૂ કર્યુ હતું.

celinajaitely

સેલિનાને આ બાબતની માહિતી ત્યારે મળી કે જ્યારે તેમના એક નજીકના મિત્રે તેમને આ પ્રકારની આડેધડ જાહેરાતો અંગે સવાલ કર્યો. સેલિનાએ તરત પોતાનું પાસવર્ડ બદલી નાંખ્યુ અને પોતાના મિત્રોને વિનંતી કરી કે તેઓ પોતાની વૉલ ઉપરથી મારી વૉલ વડે થયેલ કોઈ પણ ટ્વિટને તરત ડિલીટ કરી નાંખે, કારણ કે મેં કોઈ જાહેરાત સંબંધી ટ્વિટ કર્યુ નથી.

નોંધનીય છે કે ભૂતપૂર્વ મિસ ઇંડિયા સેલિના જેટલીએ જાંનશી ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ચુનંદા ફિલ્મોમાં જ દેખાયેલ સેલિના જેટલી હાલ પોતાના જોડિયા બાળકો સાથે માતૃત્વ સુખ લઈ રહ્યાં છે અને ફિલ્મોથી દૂર છે. જુલાઈ, 2011માં જ સેલિના જેટલીએ ઑસ્ટ્રિયામાં પીટર હાગ સાથે લગ્ન કર્યા હતાં. પીટર દુબઈ ખાતે ઑસ્ટ્રિયન કારોબારી છે. સેલિનાને આ લગ્નથી બે જોડિયા બાળકો વિંસ્ટન તેમજ વિરાજ છે.

English summary
After Film Actress Jaya Prada, Sexy Celina Jaitly's Twitter account hacked.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X