Shocking: સડેલી હાલતમાં મળી આવ્યું આ એક્ટ્રેસનું શબ
બોલિવૂડની સ્ટ્રગલિંગ એક્ટ્રેસ અને મોડેલનું શબ મુંબઇ ખાતેના ઘરમાંથી સડેલી હાલતમાં મળી આવ્યું.
સોમવારે મોડી રાત્રે પોલીસ દ્વારા સ્ટ્રગલિંગ બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ કૃતિકા ચૌધરીના ઘરનું તાળું તોડવામાં આવ્યું, તો સામે તેનું શબ જોવા મળ્યું. શબ સડી ગયું હતું અને તેની દુર્ગંધથી ત્રાસીને આજુ-બાજુવાળાઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. કૃતિકા મુંબઇના અંધેરી ખાતેના ભૈરવનાથ એસઆરએ બિલ્ડિંગમાં રહેતી હતી. પોલીસ અનુસાર, કૃતિકાની હત્યા લગભગ ચાર દિવસ પહેલાં થઇ હતી. પોલીસે હાલ કૃતિકાનું શબ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાની શંકા
પોલીસે આ મામલે હત્યાની શંકા વ્યક્ત કરી છે. કૃતિકાના ઘરની તપાસમાં પોલીસને ત્યાં ઘટના સમયે અન્ય કોઇ વ્યક્તિ પણ હાજર હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા છે. આ કારણે કૃતિકાની હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે તાળું તોડ્યું ત્યારે કૃતિકાના ઘરનું એસી ઓન હતું.

માથાના ભાગે ઇજા
પોલીસ અનુસાર, હત્યારાએ જાણી જોઇને એસી ચાલુ રાખ્યું હતું, જેથી શબની દુર્ગંધ બહાર ન જાય. ચાર દિવસથી કૃતિકાનું શબ ઘરની અંદર જ સડી રહ્યું હતું. કૃતિકાને માથાના ભાગે ઇજાના નિશાન હોવાથી પોલીસ અનુમાન લગાવી રહી છે કે, તેને માથા પર કોઇ વસ્તુથી ઘા કરવામાં આવ્યો છે. કૃતિકાના શરીરના અન્ય ભાગે પણ ઇજાના નિશાન છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ
પોલીસે તાત્કાલિક કૃતિકાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને હાલ તેની રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. એ પછી જ કૃતિકાના મૃત્યુ પાછળનું સાચું કારણ જાણી શકાશે. પાડોશીઓના જણાવ્યા મુજબ, કૃતિકાના ફ્લેટ પર ઘણા લોકો આવતા હતા, પરંતુ ક્યારેય કોઇ શંકાસ્પદ વ્યક્તિની અવર-જવર જોવા મળી નથી. આસપાસના લોકો તેને 'પરી'ના નામથી ઓળખતા હતા.

હરિદ્વારની હતી કૃતિકા
કૃતિકા મૂળ હરિદ્વારની હતી. થોડા વર્ષો પહેલાં તે મોડેલિંગ અને એક્ટ્રેસ બનવાની ઇચ્છા સાથે મુંબઇ આવી હતી. તે ભગવાન શિવની મોટી ભક્ત હતી. હરિદ્વારમાં કૃતિકાની માતા, ભાઇ અને ભાભી રહે છે.

એક્તા કપૂરની સિરિયલમાં મળ્યો બ્રેક
શરૂઆતના વર્ષોમાં કૃતિકાએ ઘણા મોડેલિંગ અસાઇનમેન્ટમાં કામ કર્યું હતું. ઘણા વર્ષોના સંઘર્ષ બાદ કૃતિકાને વર્ષ 2011માં એક્તા કપૂરની સિરિયલ 'પરિચય'થી આખરે બ્રેક મળ્યો હતો. જો કે, તે સિરિયલમાં પોતાના રોલથી ખુશ નહોતી. વર્ષ 2013માં તે કંગના રાણાવતની ફિલ્મ 'રજ્જો'માં નાનકડા રોલમાં જોવા મળી હતી. તે 'મુંબઇ કેન ડાન્સ સાલા' નામની ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
