For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોમામાં ગયેલી પુત્રીને મળવા નથી દેતા જમાઈ, મૌસમીએ ખખડાવ્યો કોર્ટનો દરવાજો

ચેટર્જીએ બોમ્બે હાઈકોર્ટને અનુરોધ કર્યો છે કે તે તેમના જમાઈને નિર્દેશ આપે, તે તેમની દીકરીને મળવા નથી દઈ રહ્યા.

|
Google Oneindia Gujarati News

જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જીની દીકરી બિમાર છે અને તેને મળવા માટે તેમને બોમ્બે હાઈકોર્ટમાં આજીજી કરવી પડી છે. ચેટર્જીએ બોમ્બે હાઈકોર્ટને અનુરોધ કર્યો છે કે તે તેમના જમાઈને નિર્દેશ આપે, તે તેમની દીકરીને મળવા નથી દઈ રહ્યા. મૌસમીએ પોતાની યાચિકામાં કહ્યુ કે તેમના જમાઈ ડિકી મહેતા તેમને કે પરિવારના કોઈ પણ અન્ય સભ્યને દીકરી પાયલને મળવા નથી દઈ રહ્યા. બોમ્બે હાઈકોર્ટ મૌસમી ચેટર્જીની આ યાચિકા પર આજે સુનાવણી કરશે.

આ પણ વાંચોઃ રાજસ્થાનઃ નર્તકીના પ્રેમમા પડેલ મહારાજ પોતાની જીતનુ પરિણામ ન સાંભળી શક્યાઆ પણ વાંચોઃ રાજસ્થાનઃ નર્તકીના પ્રેમમા પડેલ મહારાજ પોતાની જીતનુ પરિણામ ન સાંભળી શક્યા

યાચિકામાં કહ્યુ, દીકરીને મળવા નથી દેતા જમાઈ

યાચિકામાં કહ્યુ, દીકરીને મળવા નથી દેતા જમાઈ

મૌસમી ચેટર્જીએ બોમ્બે હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરીને દીકરીને મળવાની મંજૂરી માંગી છે. ચેટર્જીની દીકરી પાયલ કોમામાં છે. તેમણે જમાઈ પર દીકરીને ન મળવા દેવાનો આરોપ લગાવ્યો છે. જસ્ટીસ બીપી ધર્માધિકારી અને એસવી કોટવાલની ડિવિઝન બેન્ચે ચેટર્જીના જમાઈ ડિકી મહેતાને યાચિકાના જવાબમાં પોતાની એફિડેવિટ કરવા કહ્યુ છે. કોર્ટ આજે આ મામલે આગળની સુનાવણી કરશે.

ગયા વર્ષથી ખરાબ છે દીકરી પાયલની તબિયત

ગયા વર્ષથી ખરાબ છે દીકરી પાયલની તબિયત

ચેટર્જીની દીકરી પાયલ અને બિઝનેસમેન ડિકી મહેતાના લગ્ન વર્ષ 2010માં થયા હતા. ગયા વર્ષે પાયલ ગંભીર રીતે બિમાર થઈ ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. ત્યાં તેમની મા અને પરિવારના અન્ય સભ્ય તેની દેખરેખ રાખી રહ્યા હતા. થોડા મહિના પહેલા મહેતા અને તેમનો પરિવાર તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને ખાર સ્થિત ઘરે લઈ ગયા. ચેટર્જીએ કહ્યુ કે ત્યારથી તેમના જમાઈએ તેમને કે પરિવારના કોઈ પણ બીજા સભ્યને પાયલને મળવા દીધી નથી.

હિંદી અને બંગાળી ફિલ્મોમાં મોટુ નામ છે મૌસમી ચેટર્જી

હિંદી અને બંગાળી ફિલ્મોમાં મોટુ નામ છે મૌસમી ચેટર્જી

મૌસમી ચેટર્જી હિંદી અને બંગાળી સિનેમાનું જાણીતુ નામ છે. તેમણે રાજેશ ખન્નાથી લઈ શશિ કપૂર અને જીતેન્દ્ર-સંજીવ કુમાર સુધીના અભિનેતાઓ સાથે કામ કર્યુ છે. એક સમયે ચેટર્જી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસમાં શામેલ હતી. તેમણે દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનની 2015માં આવેલી ફિલ્મ ‘પીકુ' માં પાદુકોણની માસીની ભૂમિકા નિભાવી હતી.

આ પણ વાંચોઃ પ્રિયંકા-નિક વેડિંગ, મહેંદીથી લઈ લગ્ન સુધી, કયા દિવસે થશે કઈ રસમ, જાણોઆ પણ વાંચોઃ પ્રિયંકા-નિક વેડિંગ, મહેંદીથી લઈ લગ્ન સુધી, કયા દિવસે થશે કઈ રસમ, જાણો

English summary
Actress Moushumi Chatterjee Moves To Bombay High Court To Meet Comatose Daughter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X