શૉર્ટ ડ્રેસ પહેરવો પરિણીતીને ભારે પડ્યો, થઈ ટ્રોલ
બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાની એક પછી એક ત્રણ ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યારે તે પ્રમોશનમાં બહુ વ્યસ્ત છે. અર્જુન કપૂર સાથે તેની આગામી ફિલ્મ 'નમસ્તે ઈંગ્લેન્ડ'નું શૂટિંગ લગભગ પૂરું થઈ જ ગયું છે અને હાલ બંને એક્ટર ફિલ્મ પ્રમોશનમાં લાગી ગયા છે. તાજેતરમાં જ પરિણીતી ચોપરા ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં પોતાની ડ્રેસને કારણે પરિણીતીએ મુસિબતનો સામનો કરવો પડ્યો હતો. પરિણીતીએ આ ઈવેન્ટમાં બ્લૂ કલરનો એક શૉર્ટ ડ્રેસ પહેર્યો હતો, આવાં કપડાં પહેરવા બદલ સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરી દીધી હતી.

કપડાંના કારણે મુસિબતમાં ફસાઈ
પરિણીતી અર્જૂનની સાથે પોતાની આગામી ફિલ્મ 'નમસ્તે ઈંગ્લેન્ડ'ના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચી. આ ઈવેન્ટમાં પરિણીતીએ બ્લૂ રંગની એક ઑફ-શોલ્ડર ડ્રેસ પહેરી હતી. પરિણીતી આ ડ્રેસમાં બહુ સુંદર તો લાગી રહી હતી પરંતુ થોડી અસહજ પણ જણાઈ રહી હતી. પરિણીતીની આ ડ્રેસમાં કેટલીય તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગી જેમાં તે કેમેરા સામે પોઝ કરતી વખતે અસહજ જોવા મળી રહી હતી.

ટ્રોલર્સના નિશાના પર
સોશિયલ મીડિયા યૂઝર્સે પરિણીતીને આ ડ્રેસ પહેરવા બદલ ટ્રોલ કરી દીધી. યૂઝર્સે લખ્યું કે પરિણીતીએ આટલી ટાઈટ ડ્રેસ નહોતી પહેરવી જોઈતી. એક યૂઝરે લખ્યું કે ડ્રેસ પરિણીતીને યોગ્ય રીતે ફીટ નથી થઈ રહી.

ઓસ્ટ્રેલિયામાં માણી રહી છે રજા
આ બાદ તે અર્જૂન સાથે યશરજની એક ફિલ્મ કરી રહી છે, જેનું નામ 'સંદીપ અને પિંકી ફરાર' છે. ફિલ્મ 'જબરિયા જોડી'થી તે ફરી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. બૉલીવુડની આ ચુલબુલી એક્ટ્રેસ હાલ ઓસ્ટ્રેલિયામાં રજા માણી રહી છે. પરિણીતાએ પોતાની કેટલીય તસવીરો શેર કરી છે. ઓસ્ટ્રેલિયાના બીચ પર પરિણીતાનો આ હૉટ અંદાજ સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં માણી રહી છે રજા
પરિણીતીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી.