કોરોના વાયરસથી બચવુ હોય તો જરૂર માનો શિલ્પા શેટ્ટીની આ સલાહ
કોરોના વાયરસે આખા દેશમાં દહેશત મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 110 લોકો પૉઝિટીવ મળી આવ્યા છે. ઈલાજ માટે ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. આ બિમારીથી સંક્રમિત કર્ણાટક અને દિલ્લીમાં બે લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. હવે બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કોરોના વાયરસ માટે એક પોસ્ટ કરી છે. શિલ્પાએ લંડનમાં ફેલાયલી મહામારીનો ઉલ્લેખ કર્યો અને એ દરમિયાન ઈસાક ન્યૂટન દ્વારા કરવામાં આવેલી શોધ વિશે પણ જણાવ્યુ. આ સાથે જ શિલ્પા શેટ્ટીએ પોતાની પોસ્ટમાં કહ્યુ કે અત્યારે તમારી પાસે માત્ર બે જ વિકલ્પ છે. કોરોના વાયરસ અંગેની શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. વિસ્તાથી જાણો..

અત્યારે સમય એવો જ છે જેવો પ્લેગ સમયે હતો
શિલ્પાએ કોરોના વાયરસ માટે લોકોને સલાહ આપી છે. શિલ્પાએ એક પોસ્ટ કરીને લખ્યુ, ‘અત્યારનો સમય બરાબર એવો જ છે જેવો 1665 દરમિયાન લંડનમાં પ્લેગ ફેલાવાથી હતો. કેમ્બ્રીજ વિશ્વવિદ્યાલય બંધ કરી દેવામાં આવ્યા હતા અને ન્યૂટને ગાર્ડનમાં બેસીને એક સફરજન પડતુ જોયુ.'

લોકો પાસે બે જ વિકલ્પ
શિલ્પાએ આગળ લખ્યુ કે આ દ્રશ્ય જોઈને ન્યૂટને ગ્રેવિટી અને લૉ ઑફ મોશન સમજમાં આવ્યુ. ત્યારબાદ તેમણે ગણતરી કરવાનો સાધનની શોધ કરી. આનુ ઉદાહરણ આપીને શિલ્પાએ લખ્યુ કે અત્યારે લોકો પાસે બે જ રસ્તા છે. પહેલા તો આ વાયરસથી બચવા માટે કંઈક નવુ વિચારે અને પોતાના દિમાગનો યોગ્ય ઉપયોગ કરે અને બીજુ કંઈ ન કરે જે બની રહ્યુ છે તેને ચૂપચાપ જોયા કરે.

વર્કફ્રન્ટ પર શિલ્પા શેટ્ટી
તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો અને વીડિયો શેર કરીને તે ઘણીવાર ફેન્સ વચ્ચે પોતાની હાજરી નોંધાવી દે છે. તે પોતાની અપકમિંગ ફિલ્મ દ્વારા 20 વર્ષ બાદ બૉલિવુડમાં ફરીથી પગ મૂકવાની છે. વાસ્તવમાં અભિનેત્રી ટૂંક સમયમાં ફિલ્મ નિકમ્મા અને હંગામા 2માં મહત્વની ભૂમિકા નિભાવશે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસનુ પહેલુ અને બીજુ ટેસ્ટિંગ ફ્રી, લક્ષણ જણાય તો આ નંબર પર કૉલ કરો