For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ તસવીરો : આ અભિનેત્રીઓ સાબિત થઈ 2013ની દબંગ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 ડિસેમ્બર : લોકો કહે છે કે બૉલીવુડ પુરુષોની દુનિયા છે, પણ આ વર્ષે અનેક એવી ફિલ્મો દ્વારા મહિલાઓએ પણ સાબિત કરી આપ્યું કે તેઓ પુરુષો કરતાં જરાય ઓછા નથી. દીપિકા પાદુકોણેથી લઈ સોનમ કપૂર અને હુમા કુરૈશીથી લઈ દિવ્યા દત્તા જેવી અનેક અભિનેત્રીઓએ પોતાના અભિનય દ્વારા બૉલીવુડમાં પોતાને મહિલા દબંગ તરીકે સાબિત કરી છે.

સામાન્ય રીતે ફિલ્મો અને બૉલીવુડ ફિલ્મોની વાત આવે, તો મોટાભાગની ફિલ્મો પહેલા એમ કહેવાય છે કે આમિરની ફિલ્મ, સલમાનની ફિલ્મ, અજય દેવગણની ફિલ્મ કે પછી અક્ષય કુમારની ફિલ્મ. આમ બૉલીવુડ ફિલ્મોમાં પુરુષ-પ્રધાનતા સ્પષ્ટ ઝળકી આવે છે. જોકે શાહરુખ ખાને ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ દ્વારા નવો પ્રયોગ શરૂ કર્યો અને જાહેરાત પણ કરી કે તેમની તમામ ફિલ્મોમાં પહેલા હીરોઇનનું નામ આવશે, પછી જ હીરોનું.

ખેર, ચાલો તસવીરો સાથે આપને બતાવીએ બૉલીવુડની દબંગ અભિનેત્રીઓ વિશે :

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

વર્ષ 2013માં દીપિકાએ એક પછી એક ચાર સફળ ફિલ્મો આપી. તેમની ફિલ્મો રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા એક-બીજા કરતાં બિલ્કુલ અલગ હતી. આ ફિલ્મોએ માત્ર દીપિકાની અભિનય પ્રતિભાને જ સ્થાપિ નથી કરી, પણ હિન્દી ફિલ્મોદ્યોગમાં તેમના પગ પણ જમાવી દીધાં. આ વર્ષે તેમની તમામ ફિલ્મોએ સો કરોડ ક્લબમાં સ્થાન મેળવ્યું.

દિવ્યા દત્તા

દિવ્યા દત્તા

દિવ્યા દત્તા એક એવા અભિનેત્રી છે કે જેમની આભા મોટા સ્ટાર્સ ધરાવતી ફિલ્મમાં પણ પોતે જ ઉપસી આવે છે. પછી તે ભાગ મિલ્ખા ભાગ હોય, જિલા ગાઝિયાબાદ હોય કે લુટેરા. દિવ્યાએ પોતાની સહાયક ભૂમિકાઓથી જ નામ બનાવી લીધું.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

વર્ષ 2012માં પોતાનું ફિલ્મી કૅરિયર શરૂ કર્યા બાદ હુમા કુરૈશીએ દરેક ફિલ્મ બાદ અભિનય પ્રતિભા સાબિત કરી. આ વર્ષે તેમણે દર્શકોને એક થી ડાયનમાં પોતાના અલૌકિક અવતાર વડે આકર્ષ્યાં, તો ડી ડેમાં એક સાહસી વિસ્ફોટક નિષ્ણાંતની ભૂમિકા ભજવી.

કંગના રાણાવત

કંગના રાણાવત

ફિલ્મમાં ભૂમિકાઓની પસંદગીની બબાતમાં કંગના રાણાવત હંમેશા સાહસી રહ્યાં છે. આ વાત તેમણે રોમાંચક ફિલ્મ ક્રિશ 3માં કાયા અને રજ્જોમાં એક નર્તકીની ભૂમિકા ભજવી સાબિત કરી આપી છે. તેમણે શૂટઆઉટ એટ વડાલામાં પણ પોતાની ખાસ છાપ છોડી.

નિમ્રત કૌર

નિમ્રત કૌર

ધ લંચબૉક્સમાં નિમ્રત કૌરે શું રહસ્યોદ્ઘાટન કર્યું. આ અદ્વિતીય સ્ક્રિપ્ટ ધરાવતી ફિલ્મમાં તેમણે એક એવી મહિલાની ભૂમિકા ભજવી કે જે મોટાભાગની અભિનેત્રીઓ કરતા ખચકાતી હોય છે.

રીચા ચડ્ઢા

રીચા ચડ્ઢા

આ ભોલી પંજાબણે આ વર્ષે ફુકરે, શૉર્ટ્સ અને રામલીલા જેવી ફિલ્મો દ્વારા દર્શકો તથા સમીક્ષકોના ખૂબ વખાણ મેળવ્યાં.

શિલ્પા શુક્લ

શિલ્પા શુક્લ

શિલ્પા શુક્લા મોટા પડદે મજબૂત પક્કડ બનાવી શકે છે અને આ વાત તેમણે ચક દે ઇન્ડિયામાં સાબિત કરી હતી. આ વર્ષે તેમણે બીએ પાસ ફિલ્મમાં વિવાહેતર સંબંધ ધરાવતી એક ગૃહિણીની ભૂમિકા ભજવી.

સોનમ કપૂર

સોનમ કપૂર

રાંઝણા તથા ભાગ મિલ્ખા ભાગ ફિલ્મો દ્વારા સોનમ કપૂરે પોતાની અભિનય કુશળતા સાબિત કરી આપી છે. રાંઝણામાં તેમના અભિનયના ખૂબ વખાણ થયાં, તો ભાગ મિલ્ખા ભાગમાં પણ તેઓ પોતાની ભૂમિકા વડે પ્રભાવિત કરવામાં સફળ નિવડ્યાં.

English summary
Bollywood is a man's world, they say. But female screen scorchers like Deepika Padukone and Sonakshi Sinha surprised the audiences and critics with their performances this year, while others like Nimrat Kaur and Huma Qureshi impressed with their finesse in non-commercial outings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X